બોટાદ જિલ્લાના નાગરિકોને ભારે વરસાદને કારણે નદી, નાળા,તળાવ કે પાણી ભરાયેલા સ્થળોએ જવાની મનાઈ ફરમાવતા જિલ્લા કલેકટર : જિલ્લા વહીવટી તંત્ર સુસજજ
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદના પગલે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયે જણાવ્યું હતું કે, “સમગ્ર રાજ્યમાં વરસાદ છે. બોટાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે, જેને અનુસંધાને જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ તૈયારી છે. હજુ સુધી જિલ્લામાં કોઇપણ પ્રકારની જાનહાનિનો રિપોર્ટ નથી તેમજ ડેમ ઓવરફ્લોની કોઇ સ્થિતિ નથી. કોઇ રસ્તાઓ પર પાણી ભરાયાંની સમસ્યા નથી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ સતત કાર્યરત છે.લોકો તેમની ફરિયાદોનોંધાવીશકેછે.બોટાદવાસીઓને અનુરોધ કરતા કલેકટરએ જણાવ્યું હતું કે, “ભારે વરસાદ વચ્ચે લોકો તમામ સાવધાની વર્તે એ ખૂબ આવશ્યક છે. નાગરિકોને નદી નાળા, તળાવ,ડેમ કે અન્ય કોઈપણ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવું અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવામાં આવે” તેમ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું.બોટાદ જિલ્લામાં જિલ્લા/તાલુકા કક્ષાએ કાર્યરત કન્ટ્રોલ રૂમના સંપર્ક નંબરની યાદી કલેક્ટર કચેરી બોટાદ કચેરીના ટેલીફોનનં.271340/41,અધિકારીનાફોન.9909572484મામલતદાર કચેરી-બોટાદ 0-251412 , 9924091949મામલતદાર કચેરી- ગઢડા 02847-253227, 9624574203મામલતદાર કચેરી-બરવાળા02711-237324, 7574953240
મામલતદાર કચેરી- રાણપુર 02711-238885,
9426999481
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.