વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતેથી વર્ચ્યુલ ઉંપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જલગાંવ (મહારાષ્ટ્ર) ખાતેથી વર્ચ્યુલ ઉપસ્થિતિમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લાખપતિ દીદીઓને પ્રમાણપત્રો એનાયત કરી વડાપ્રધાન દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા પર ભાર મૂક્યો મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દેશની પ્રગતિ માટે બહેનોની આર્થિક તાકાત જરૂરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બહેનોને સાતમ આઠમના પાવન પર્વ પર વિવિધ સહાય વિતરણ તેમજ લખપતિદીદીને પ્રમાણપત્ર મારફત સન્માનિત કરવામાં આવ્યા હતા. બોટાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના ઓડીટોરિયમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ૧૫ જેટલા સ્વસહાય જૂથોની"લખપતિ દીદી" ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.