સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના વિસ્તારોમાં મેઘ મન મૂકીને વરસ્યો.
સાયલામાં સતત બે દિવસમાં ૪ ઈંચ થી નોંધાયો વરસાદ.
લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો રજા ના દિવસો માં પરિવારજનો એ માણ્યો આનંદ.
હવામાન આગાહી પ્રમાણે સુરેન્દ્રનગરના સાયલા, મુળી, થાન, ચોટીલા જેવા તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ શરૂ થયો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં વરસાદના લાંબા વિરામ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે સાયલા પંથકમાં સતત બે દિવસથી વરસાદ શરૂ થતાં ૪ ઈંચ થી વધારે વરસાદ આવી ચૂક્યો છે. વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જેમાં મુળી અને સાયલામાં ગામના તળાવો, નદીઓ, ચેકડેમો માં પણ નવા નિર ની આવક શરૂ થઈ છે. જ્યારે હાલ ખાસ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં લોકો રજા ના દિવસોમાં પોતાના પરિવાર સાથે મજા માણતા જોવા મળ્યા છે. તેમજ હાલ હવામાન આગાહી પ્રમાણે છેલ્લા સાત દિવસ સુધી વરસાદ પડી શકે છે. સાયલાની થોરીયાળી ડેમ લોકો પાસે જાણવા મુજબ ૮ ફૂટની સપાટીએ પાણીની આવક પહોંચી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.