નેત્રંગ તાલુકામાં ૧૨ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો - At This Time

નેત્રંગ તાલુકામાં ૧૨ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો


આજે બીજા દિવસે તા.૨૫મી ના રોજ સવારના ૬ વાગ્યાથી લઈ સાંજના ૬ વાગ્યા સુધીમા ૭૩ એમ,એમ.(ત્રણ ઇચ) વરસાદ ની સાથે મોસમનો કુલ વરસાદ ૧૨૭૪| એમ, એમ. (૫૩ ઇંચ) નોધાય ચુકયો છે.

ભરૂચ જીલ્લામા ચાલુ ચોમાસ ની સિઝન દરમિયાન સૌથી વધુ નેત્રંગ તાલુકામા વરસાદ થયો છે.પંથકમા આવેલ નાનીસિચાઇ યોજના હેઠળના ઘોલી, બલદેવા, પિંગુટ ડેમ બીજી વખત ઓવરફ્લો થતા તેની હેઠવાસ વિસ્તારમા આવતા નેત્રંગ તાલુકાના બલદેવા, કંબોડીયા, પાંચસીમ, બોરખાડી, ઝરણા, ચાસવડ, મૌઝા, 1 કામલીયા અને ચીખલી જ્યારે વાલીઆ તાલુકાના દોલતપુર, ડહેલી,
દેશાડ, શીર, કેસરગામ, સીંગલા, પીઠોર, ગુંદીયા, જબુગામ, વાંદરીયા, ચોરઆમલા, સોડગામ, સિનાડા અને નવાપુર ઝઘડીયા તાલુકાના ધોલી, રઝલવાડા, કાંટોલ, મોટાસોરવા, કપાટ, તેજપુર, હરીપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ, રાજપુર ત્રણે તાલુકાના લોકોને નદીના પટમા અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા નાયબ કાર્યપાલક ઈજનેર ધોલીસિચાઈ પેટા વિભાગ રાજપારડી દ્રારા સુચના આપવામા આવેલ છે. મેધરાજાની ધમાકેદાર એન્ટીને લઈ નેત્રંગ નગર ના તમામ બજારોમા કરફયુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, અમરાવતી નદીમા સતત ધોડાપુર આવતા લોકો જોવા માટે ઉમટી પડયા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.