મોટીપાલ્લી ગામે શીતળા સાતમની પુજા અર્ચના કરી શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી લુણાવાડા તાલુકાના મોટી પાલ્લી ગામે શ્રી કુળદેવી માતાજી ના મંદિરે તેમજ મહાદેવના મંદિર ખાતે શિતળા સાતમની મહીલાઓ દ્વારા આનંદ ઉત્સાહભેર આજરોજ શિતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી લુણાવાડા તાલુકામાં શ્રાવણ માસના પ્રારંભથી જ ધાર્મિક તહેવારોની શરૂઆત થતાં રાધણ છઠ બાદ શીતળા સાતમને શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસી વિસ્તારમાં શીતળા સાતમની વિશેષ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.આમ આજરોજ મોટી પાલ્લી ગામે કુળદેવી માતાના મંદિર તેમજ મહાદેવ મંદિર ખાતે મહીલાઓ ઉપસ્થિત રહીને શીતળા સાતમ નિમેત માટીની મૃર્તીઓ બનાવી અને સ્થાપના કરીને શીતળા માતાની પુજા અર્ચના કરવામાં આવી હતી.તેમજ મહીલાઓ દ્વારા ભજનગાન કરીને શીતળા માતાની પુજા કરી અને શીતળા માતાને રાંધણ છઠના દીવસે બનાવેલી વાનગીઓને સાતમના દીવસે અર્પણ કરીને દીવસ દરમિયાન તાડી શિયર કરીને ઠંડો ખોરાક આરોગીને સીતળા સાતની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.આમ શ્રધ્ધાળુઓએ સીતરા માતાને દુધનો અભિષેક કરવાની સાથે પુજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.આમ આજરોજ મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં શાતળા સાતમની ધામધુમથી તેમજ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.