સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે.
• સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે.
• ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે.
• મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરશ્રીઓ સાથે ટેલીફોનીક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી.
• મુખ્યમંત્રીશ્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી.
• મુખ્યમંત્રીશ્રીએ વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે SDRF-NDRF ની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી.
• દરમિયાન રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં ૬૪ મી.મી. થયો છે.
•છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ૩૨૬ મી.મી. વલસાડના વાપીમાં નોંધાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.