વિરપુર ના ગ્રામ્ય વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી... - At This Time

વિરપુર ના ગ્રામ્ય વિસ્તારોમાં શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી…


વિરપુર તાલુકાના સમગ્ર ગામો માં શીતળા સાતમ વ્રત નિમિતે મહિલાઓ દ્વારા પુજા અર્ચના કરી, ટાઢુ ભોજન આરોગ્યુ...

મહિસાગર જીલ્લાના વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શીતળા સાતમનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા શીતળા માતાનું પૂજા અર્ચના કરવામાં આવી હતી તાલુકાના ડેભારી, આસપુર, જોધપુર,બાર,લીંબરવાડા, સરાડીયા વગેરે ગામો માં શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામા આવ્યો હતો.મંદીરોમા શીતળામાતાનુ સ્થાપન કરી પૂજા અર્ચના કરવામા આવી હતી અને મહિલાઓએ પૂજા અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્યા હતા આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠના દિવસે રસોઈ રાંધી લીધા બાદ બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે શીતળા સાતમના દિવસે સવારે જલ્દી ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી પૂજા અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢુ ખાવાનુ ખાઈ એકટાણુ કરવામા આવે છે.આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.