જેતપુરમાં બંધ રાઈડ્સે લોક મેળો ખુલ્લો મુકાયો જેતપુરનો લોકમેળો સંતો, મહંતો, ધારાસભ્યના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો; રાઈડ્સ ચાલુ ના કરાતા સંચાલકો રોષે ભરાયા - At This Time

જેતપુરમાં બંધ રાઈડ્સે લોક મેળો ખુલ્લો મુકાયો જેતપુરનો લોકમેળો સંતો, મહંતો, ધારાસભ્યના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો; રાઈડ્સ ચાલુ ના કરાતા સંચાલકો રોષે ભરાયા


સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી તેહવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે. આજે સાંજે 8.00 વાગ્યે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત સાંસ્કૃતિક લોકમેળોમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા, સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો.

જેતપુરમાં સાંસ્કૃતિક લોક મેળાનું દીપ પ્રાગટ્ય કરીને રીબીન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો. ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઈડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે. રાઈડ્સની મંજૂરીના મળતા રાઈડ્સ સંચાલકો માં રોષ જોવા મળ્યો

જેતપુરમાં ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર રાઈડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો છે. સીટી કાઉન્સિલ ઓફ જેતપુરના પ્રમુખ તેમજ કારોબારી કમિટીએ જણાવ્યું હતું કે, સરકારના ધારા ધોરણ મુજબ નવા નિયમો જે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ કરવામાં આવી છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમોમાં કદાચ પેપર વર્ક પૂરું થાયતો આવતી કાલે રાઈડસ ની મજૂરી મળી શકે.

જેતપુરમાં 6 દિવસનો લોક મેળો યોજાશે. લોક મેળામાં 6 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિતના કાર્યક્રમોની યોજાશે.

જયારે આજે પ્રથમ દિવસે મેળામાં લોકોની પંખી હાજરી જોવા મળી હતી. જે લોકો મેળાની મજા માણવા આવ્યા હતા તેઓ પણ કહેતા હતા કે, અમે વર્ષોથી લોકમેળાની મજા માણવા આવી છીએ આ વખતે મેળાની સાચી મજા માણી નહિ શકીએ. અમે લોકમેળામાં આઈસ્ક્રીમ સહિત વાનગીઓ આરોગી છીએ. બધી જ રાઈડસમાં બેસીને રાઇડ્સની મજા માણતા હોઈએ છીએ. ભીડમાં લાઈનમાં ઉભા રહેવા બાદ રાઈડસમાં બેસવાની મજા અલગ છે. એ હવે આ વખતે દેખાતી નથી હવે મેળામાં રાઇડ્સ શરૂ થાય તેવી માંગ કરીએ છીએ.

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.