વીરપુર બેંક ઓફ બરોડા સામે મુખ્ય માર્ગ પર ભુવો પડવાથી વાહન ચાલકોમાં હાલાકી... - At This Time

વીરપુર બેંક ઓફ બરોડા સામે મુખ્ય માર્ગ પર ભુવો પડવાથી વાહન ચાલકોમાં હાલાકી…


સ્થાનિક દુકાનદારોએ અકસ્માત રોકવા ભુવામાં લીલી વનસ્પતિ નાખી ભુવાની શોભા વધારી..

મહીસાગર જિલ્લાના વીરપુર બેન્ક ઓફ બરોડા પાસે વીરપુર-બાલાસિનોર મુખ્ય રસ્તા પર તંત્રના વાંકે પાણી ભરાઈ રહે છે અને તે પાણીમાં છેલ્લા 10 દિવસથી મસ મોટો ભુવો પડ્યો છે જેના કારણે અવાર નવાર આ રસ્તા પર અકસ્માત સર્જાઈ રહ્યા છે અને આ મુખ્ય માર્ગ પર બેન્ક ઓફ બરોડા આવેલી હોવાથી રોજિંદા હજારોની સઁખ્યામાં લોકો અવર-જવર કરતા રહે છે તેવામાં આ રસ્તા પર પડેલ ભુવો આકર્ષણનું કેન્દ્ર બને છે. બે દિવસ અગાવ એક પોલિસ કર્મી આ ભુવામાં ખાબક્યો હતો અને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી સ્થાનિક દુકાનદારો એ આ ભુવાની અંદર લીલી વનસ્પતિ નાખી લોકોને સ્પષ્ટ નજરે દેખાઈ શકે તે રીતે તંત્રની કામગીરીને સુશોભિત કરી હતી અને સ્થાનિક લોકો સહિત વાહનચાલકોની માંગણી છે કે તત્કાલીન અન્ય કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ ભુવાની યોગ્ય રીતે મરામત કરવામાં આવે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.