જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાજેન્દ્રનગર માં કાર્યક્રમ યોજાયો…………….
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા રાજેન્દ્રનગર માં કાર્યક્રમ યોજાયો................ સહયોગ કૃષ્ઠ રોગ સેવા કેન્દ્ર, રાજેન્દ્રનગર મુકામે કેન્સર પીડિત મહિલાઓ માટે મેગા હેર ડોનેશન કેમ્પ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ પોતાના વાળ ડોનેટ કર્યા. ગ્રુપ દ્વારા દરેકને ગિફ્ટમાં કોફી કપ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. મોનાલીસા બ્યુટી પાર્લર તરફથી નિમિષાબેન પંડયાનો સહયોગ પ્રાપ્ત થયો. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, ગીતાબેન શાહ, મંજુલાબેન સોની, સોનલબેન મોદી હાજર રહ્યા. કેન્દ્રના સંચાલકશ્રી તથા સ્ટાફ મિત્રોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.