દેશમા મોનસૂન ટ્રેકર:MPમાં નર્મદા-શિપ્રામાં પૂર; હિમાચલમાં 73 રસ્તાઓ બંધ; રાજસ્થાનના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 21થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યની બે મુખ્ય નદીઓ (નર્મદા અને શિપ્રા)માં પૂર આવ્યું છે. ઉજ્જૈનના ઘણા ઘાટ અને મંદિરો શિપ્રા નદીમાં ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે 73 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાંથી શિમલામાં 35, મંડીમાં 20, કાંગડામાં 9, કુલ્લુમાં 6, કિન્નોરમાં 2 અને ઉના જિલ્લામાં 1 બંધ છે. યુપીના બલિયામાં સરયૂ નદીમાં પીપા પુલ ધોવાઈ ગયો છે. લખીમપુર ખીરીમાં નાળામાં 2 યુવાનો ડૂબી ગયા. તેમાંથી એકનું મોત થયું હતું. આજે રાજસ્થાનના 4 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ છે. હિમાચલમાં ચોમાસામાં 140 લોકોના મોત થયા
કેન્દ્રએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં 27 જૂને ચોમાસાની સિઝનની શરૂઆતથી શુક્રવાર (23 ઓગસ્ટ) સુધી, વરસાદ સંબંધિત ઘટનાઓમાં 140 લોકોએ જીવ ગુમાવ્યા છે અને રાજ્યને લગભગ 1,212 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બિહારના ભાગલપુરમાં એન્જિનિયર ગંગામાં તણાઈ ગયો
બિહારના ભાગલપુરમાં જળ સંસાધન વિભાગના મુખ્ય ઈજનેર નિરીક્ષણ દરમિયાન ગંગામાં તણાઈ ગયા હતા. તેમણે લાઈવ જેકેટ પહેર્યું હતું છતાં તેઓ ડૂબ્યા નહોતા. એનડીઆરએફની ટીમ પણ તેમની સાથે હતી. તેઓને નદીમાં દોરડું નાખીને બોટમાં પાછા લાવી બચાવી લેવામાં આવ્યા હતા. દેશભરમાંથી વરસાદની તસવીરો... ત્રિપુરામાં 24ના મોત, 2 ગુમ
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ શનિવારે કહ્યું કે ભારે વરસાદને કારણે રાજ્યમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે અને બે લોકો ગુમ છે. તેમણે કહ્યું કે 19 ઓગસ્ટથી જે પ્રકારનો મુશળધાર વરસાદ પડી રહ્યો છે તે પહેલા ક્યારેય જોવા મળ્યો નથી. ત્રિપુરાના તમામ 8 જિલ્લા પ્રભાવિત થયા છે. 26 ઓગસ્ટે 6 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.