અમરેલી જિલ્લા નું ગૌરવ મિતભાષી વામવયે સુવિખ્યાત વક્તા શોર્ય કાકરેચા સુરત ગ્રીન આર્મી નાં મોભી મનસુખભાઈ કાસોદરિયા ની મુલાકાતે
અમરેલી માત્ર સાત વર્ષની વામવયે હનુમાનજી ની શોર્ય ગાથા સંભળાવતા રાજકોટના શોર્ય કાકરેચા નું સુરત સ્થિત ગ્રીન આર્મી નાં મોભી મનસુખભાઈ કાસોદરિયા દ્વારા ગદગદિત કરતું સન્માન પારણે થી સંસ્કાર નું સિંચન કરતા માતા પિતા નો પુત્ર શોર્ય મહેશભાઈ કાકરેચા સાત વર્ષની ઉંમરે બન્યો બાળ વકતા જે હનુમાન ચાલીસા નું ભાવાત્મક શેલી માં અદભુત શોર્ય ગાથા થી સુવિખ્યાત બન્યા છે અમરેલી જિલ્લા નાં સિદ્ધ સંત ની તપોભૂમિ મૂળ ફતેપુર (ભોજલધામ) તા. જી. અમરેલી ના વતની અને હાલ રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષ થી રહેતા મહેશભાઈ ની આર્થિક સ્થિતી સામાન્ય શ્રમજીવી પરિવાર માંથી આવે છે ત્રણ ભાઈઓ માંથી મહેશભાઈ સૌથી નાના છે મહેશભાઈની સ્થિતી પ્રમાણે કહીએ તો લગ્નગ્રંથી બાદ અમરેલી થી સ્થળાંતર થઈ ધંધાર્થ અમદાવાદ થી રાજકોટ ત્રણ વર્ષથી સ્થાયી થયેલ છે હાલમાં મહેશભાઈ લાદીકામ કરે છે અને પરિવાર નું ગુજરાન ચલાવે છે હાલ શૌર્યની ઉંમર સાત વર્ષની છે શૌર્ય જયારે ચાર વર્ષનો હતો ત્યાર થી સ્કૂલ ના બધા જ કાર્યક્રમમાં ભાગ લેતો આવ્યો છે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના માં જાહેર બોલવા નો અદમ્ય ઉત્સાહ જાગ્યો કે હું નીડરતા થી બોલું છું તે શ્રોતા ઓને બહુ ગમે છે લોકો મને મારી વાણી થી ઓળખે છે અને ખુબજ પ્રેમ કરે છે આ જ સ્થિતી ને જોઇને શૌર્ય ને પોતાને એમ થાય છે કે હું હજુ પણ કંઈક નવુ નવું શીખું અને લોકો સમક્ષ રજુ કરું મિતભાષી બાળ વક્તા આમ જોઇએ તો શૌર્ય અંગ્રેજી માધ્યમમાં ભણે છે તો કોઇ પણ અંગ્રેજી સ્પીચ સરળતાથી બોલી લેતો પણ ગુજરાતી માટે હનુમાનજી મહારાજ પર અતૂટ શ્રદ્ધા હોવાથી હનુમાન ચાલીસા અર્થ સહિત કંઠસ્થ કર્યા પછી તેને નાના મોટા સુવિચાર કોઈ પણ કાર્યક્રમને લગતી ગુજરાતી સ્પીચ આપવાનું બળ મળ્યું છે અને તેથી જ તેને આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે જે તેમને ખુબ ગમે છે. હાલ તે રાજકોટ ની શ્રી શુભમ સ્કૂલ માં ભણે છે ભણવામાં પણ ખૂબ હોશિયાર છે શાળા ના સમય પછી મોટીવેશનલ માં આગળ વધવા નાની મોટી ગમતી રમતો રમવાનું પણ ત્યાગ કરે છે તેમના પોઝિટિવ અનુભવ પ્રમાણે પરીવાર સહિત મામા નો પરીવાર આ વિષય પર ખુબ સપોર્ટ કરે છે હવે જયારે લોકો શૌર્યના મુખે અર્થ સાથે હનુમાન ચાલીસા સાંભળે છે અભિભૂત થઈ ઉઠે છે આજે શોર્ય એ સુરત શહેર માં પર્યાવરણ પ્રકૃતિ માટે નિસ્વાર્થ ભાવે સેવારત ગ્રીન આર્મી નાં મોભી મનસુખભાઈ કાસોદરીયા નાં પોતા નાં ધેર મુલાકાત લીધી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી અભિનંદન પાઠવ્યા શોર્ય ખુબ ભણી ગણીને માતા પિતા અને પરીવાર નું નામ રોશન કરી સફળતા ના દરેક શિખરોને સર કરવાનું પીઠબળ પ્રદાન કરે તેવી હનુમાનજી મહારાજ ને મારા હૃદય ભાવ થી પ્રાર્થના શિલ્ડ સન્માન પત્ર અર્પી સન્માન કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.