સમસ્ત મહાજન દ્વારા ગ્રીન મેન વિજયભાઈ ડોબરિયાને ‘વૃક્ષ રત્ન એવોર્ડ – ૨૦૨૪’ અપાશે છેલ્લા ૮ વર્ષમાં ૩૦ લાખ વૃક્ષોનો વાવેતર અને ઉછેર કર્યો
સમસ્ત મહાજન દ્વારા ગ્રીન મેન વિજયભાઈ ડોબરિયાને ‘વૃક્ષ રત્ન એવોર્ડ – ૨૦૨૪’ અપાશે
છેલ્લા ૮ વર્ષમાં ૩૦ લાખ વૃક્ષોનો વાવેતર અને ઉછેર કર્યો
રાજકોટ સમસ્ત મહાજન દ્વારા ગ્રીન મેન વિજયભાઈ ડોબરિયાને ‘વૃક્ષ રત્ન એવોર્ડ–૨૦૨૪’ આપવામાં આવશે. વીરમગામ પાંજરાપોળ ખાતે યોજાનાર આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, ગૌસેવા ગતિવિધિનાં અખિલ ભારતીય ગૌસેવા સંયોજક અજીત પ્રસાદ મહાપાત્રા, અખિલ ભારતીય ગૌસેવા સહસંયોજક નવલ કિશોરજી, અખિલ ભારતીય ગૌસેવાનાં ક્ષેત્રિય સંયોજક સુનીલ વિધ્વંશ, ગુજરાતનાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ડૉ. રાજીવ ગુપ્તા, ડૉ. મીનાકુમારી, ભારત સરકારનાં પશુ પાલન મંત્રાલય,એનિમલ વેલ્ફેર બોર્ડ,વિવિધ રાજ્યોનાં ગૌ સેવા આયોગ અને સ્ટેટ એનિમલ વેલ્ફર બોર્ડ ઇત્યાદિનાં અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. વિજય ડોબરિયાએ છેલ્લા ૮ વર્ષમાં ૩૦ લાખ વૃક્ષોનો વાવેતર અને ઉછેર કર્યો છે. સદભાવના વૃધ્ધાશ્રમનાં માધ્યમથી ૩૦ લાખ કરતાં પણ વધુ બહુવર્ષાયુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ બીજા કવચ વન પ્રોજેક્ટ અંતર્ગત મિયાવાકી જંગલ પધ્ધતિથી ૧૦.૦૦૦ જેટલા વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સદભાવના વૃધ્ધાશ્રમનું 'ધ ગ્રીન મેન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. તેમને સમગ્ર ભારતને ગ્રીન બનાવવાનું મહત્વકાંક્ષી સ્વપ્ન છે.સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦.૦૦૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં ભારતમાં ૧.૫૧ કરોડ વૃક્ષો વાવી, ભારતને ગ્રીન બનાવવાનું સદભાવના વૃદ્ધાશ્રમનું મહત્વકાંક્ષી સ્વપ્ન છે. સદભાવના વૃધ્ધાશ્રમનું 'ધ ગ્રીન મેન' તરીકે જાણીતા વિજયભાઈ ડોબરીયા સફળ રીતે સુકાન સંભાળી રહયા છે. સંસ્થા હાલ ૪૫૦ ટ્રેકટર, ૪૫૦ ટેન્કર વડે વૃક્ષોને નિયમીત રીતે પાણી પીવડાવી ૧૬૦૦ લોકોનો પગારદાર સ્ટાફ સાથે આ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન પાછળ અંદાજીત ૧૦૦ કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, ગાંધીનગર સહિત ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં પણ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું છે અને તેનો ચાર વર્ષ સુધી ઉછેર પણ કરવામાં આવશે.વિજય ડોબરીયાએ વડીલોની અને પર્યાવરણની બંનેની સેવા કરવાના સંકલ્પ સાથે નાની એવી સંસ્થા શરૂ કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બનીને લોકપ્રિય બની છે. વિજયભાઈ ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ સદભાવના વૃધ્ધાશ્રમની ટીમ વૃક્ષારોપણની કામગીરી પુરજોશમાં કરી રહી છે.અત્રે ઉલેખ્ખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૬૦૦ વડીલોને સાચવતું સદભાવના વૃદ્ધાશ્રમ,૧૬૦૦ જેટલા નિસહાય બળદોને સાચવતા સદભાવના બળદ આશ્રમ, ૧૫૦ બીમાર, ઘાયલ શ્વાનોને સાચવતું સદભાવના શ્વાન આશ્રમ, પડતર કિંમતે દવાઓ પૂરું પાડતું સદભાવના મેડીકલ સ્ટોર પણ ચલાવવામાં આવે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.