વિરપુરના વણજારા વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં હાલાકી…
મહિસાગર જીલ્લામા આજ સવારથી જ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. શુક્રવારે રાત્રે વિરામ બાદ આજે શનીવારની વહેલી સવારથી જ સમગ્ર જીલ્લામાં ધીમીધારે તો ક્યાક મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં વરસાદની એકીસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિરપુર તાલુકામા પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે મળતી વિગતો મુજબ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શનીવારની વહેલી સવારથી સાંજ સુધી ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે ગત રાત્રિએ લીમરવાડાના પરા વિસ્તારમાં વિજ પુરવઠો આખી રાત ખોરવાયો હતો રાત્રિ દરમ્યાન વીજળી ડૂલ થતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો ત્યારે તો બીજી તરફ વિરપુરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી હતી વિરપુરના સરાડીયા રોડ પર આવેલ આદર્શ સ્કૂલ પાસે વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા હતા, તો બ્રહ્માણી સોસાયટી,લીમ્બચ સોસાયટી જવાના રસ્તા પર પાણી ભરાયું હતું, વિરપુરની મામલતદાર કચેરી જવાના માર્ગ તેમજ વણજારા વાસમાં પણ વરસાદી પાણી ભરાયાં હતાં તો મુકેશ્વર ચોકડી થી દેસાઈ સી એમ હાઈસ્કૂલ માર્ગ પર વરસાદી પાણી ભરાતાં રાહદારી વાહન ચાલકો વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ માર્ગ પર આવેલ દુકાનો આગળ પણ એક એક ફુટ વરસાદી પાણી ભરાતાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.