*નવી શીણોલ ગ્રામ જનો દ્વારા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર નું રક્ષાબંધન ના દિવસે સ્વાગત કરવામાં આવ્યું*
*નવી શીણોલ ગ્રામ જનો દ્વારા ગુજરાત સરકાર ના મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર નું રક્ષાબંધન ના દિવસે સ્વાગત કરવામાં આવ્યું*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
અરવલ્લી જિલ્લા ના નવી શીણોલ ગામે આવેલ કમલેશ્વર મહાદેવ ના દર્શને આવેલ ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર નું ભવ્ય સ્વાગત નવી શીણોલ ગ્રામજનો અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે પ્રદેશ સંયોજક ચિરાગભાઈ પટેલ નું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે મંત્રી શ્રી ભીખુસિંહ એ કમલેશ્વર દાદા ને બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અભિષેક કરવામાં આવ્યો હતો.આ રક્ષાબંધન ના શ્રવણી પર્વ ના દિવસે બ્રાહ્મણો નો મોટો તહેવાર કહેવામાં આવે છે આ દિવસે સમૂહ માં જનોઈ બદલવાનું પણ રાખવામાં આવે છે અને બ્રહ્મ ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પવિત્ર દિવસે મંત્રી શ્રી હાજરી આપી તે બદલ સર્વે ગ્રામજનોએ અને બ્રાહ્મણો એ તેમનો આભાર માન્યો હતો. અને આ દિવસે બ્રહ્મ ભોજન ના દાતા જોષી શંકરલાલ રેવાશંકર દ્વારા કરાવવા માં આવ્યું હતું.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.