આજરોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રબારી સમાજના સ્ટડી સેન્ટર તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓનો સન્માન કાર્યક્રમ કરવામાં આવેલ હતો
*આજરોજ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના રબારી સમાજના સ્ટડી સેન્ટર તલોદ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પદાધિકારીશ્રીઓનો સન્માન કાર્યક્રમ કરવામાં આવેલ હતો*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
આજરોજ સાબરકાંઠા અને અરવલ્લી રબારી સમાજનાં ના સ્ટડી સેન્ટરના હોદેદારો અને સમાજના આગેવાનો એ મોડાસાના માન. ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્ય સરકારના માન. મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, નવનિયુક્ત માન. સંસદસભ્યશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના માન. ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલા, પ્રાંતિજ-તલોદ ના માન.ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, બાયડના માન. ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી માન. મહેન્દ્રસિંહ બારૈયા, માન કાળીબેન કાળાભાઇ દેસાઈ, ડેલિગેટ અને ચેરમેન જિલ્લા પંચાયત અરવલ્લી, શ્રી બાબુભાઇ રામજીભાઈ દેસાઈ વાઇસ ચેરમેન સા. કાં.જિલ્લા ખરીદી વેચાણ , સંજયભાઈ પટેલ ચેરમેનશ્રી માર્કેટયાર્ડ તલોદ, ખોડભાઈ દેસાઈ પૂર્વ કોર્પોરેટર, કૌશલભાઈ ગજ્જર પૂર્વ કોર્પોરરેટર અને સાબરકાંઠા અરવલ્લી જિલ્લા રબારી સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અને રબારી સમાજના સ્ટડી સેન્ટરના હોદેદારો હાજર રહેલા હતા. તમામનું સન્માન કરવામા આવેલ.ઉપસ્થિત રહેલ પદાધિકારીઓ અને મહેમાનોએ સમાજના આગેવાનો, દાતાઓ અને નોકરિયાતોને શૈક્ષણિક જાગૃતિના ઉત્તમ કાર્ય માટે અને બંને જિલ્લામાં કોઇ સમાજના પ્રથમ એવા ભવ્ય સ્ટડી સેન્ટરના નિર્માણ અને કાર્ય માટે અભિનંદન આપેલા હતા અને સમાજના સ્ટડી સેન્ટરમાં અભ્યાસ અને તૈયારી કરતાં વિદ્યાર્થી ભાઈ બહેનોને શુભેચ્છાઓ આપેલી હતી.મહાનુભાવોના હસ્તે કેમ્પસ માં એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષના રોપણ કરવામાં આવેલ.ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રીઓ લીલાભાઇ દેસાઈ, નાગજીભાઈ દેસાઈ, પ્રો. મનહરભાઈ દેસાઈ, રાજાભાઈ દેસાઈ, પ્રભાતભાઈ દેસાઈ, વાસુભાઈ દેસાઈ, ચેતનભાઈ દેસાઈ, માવજીભાઈ દેસાઈ, ખોડાભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, નવઘણભાઈ દેસાઈ, વેરશીભાઈ દેસાઈ, ધનજીભાઈ દેસાઈ વિગેરે તેમજ સમાજના આગેવાનો, વડીલો,અધિકારીઓ, વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા.આકાર્યક્રમમા શ્રાવણ માસ નિમિતે મહેમાનો અને વિધાર્થીઓને ભોજનની વ્યવસ્થા દાતાશ્રી બળદેવભાઈ એમ. દેસાઈ દલાની મુવાડી તરફથી કરવામાં આવેલ હતી.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.