અરવલ્લી જિલ્લાના ગારૂડી ગામે ગોગા મહારાજ મંદિરે નાગ પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

અરવલ્લી જિલ્લાના ગારૂડી ગામે ગોગા મહારાજ મંદિરે નાગ પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી


*અરવલ્લી જિલ્લાના ગારૂડી ગામે ગોગા મહારાજ મંદિરે નાગ પંચમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

*મોડાસાના ગારૂડી ગામે નાગ દાદાના અલૌકિક સ્વરૂપના દર્શન માટે ભક્તોની ઉમટી; ગોગા બાપાને દૂધ સુખડીનું નૈવેદ્ય ધરાવ્યું*

હિન્દૂ શાસ્ત્રમાં એક દિવસમાં બે-બે તિથિ આવતી હોય છે. ત્યારે જે તે દિવસના તહેવારની ઉજવણી મંદિરના સેવકો નક્કી કરે એ દિવસે કરાતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના ગારૂડી ગામે આવેલા ગોગા બાપાના મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઈ હતી.
મોડાસા શહેરથી પાંચ કિલોમીટર દૂર ગારૂડી ગામ આવેલું છે. જ્યાં વર્ષોથી ગોગા મહારાજનું અલૌકિક સ્વરૂપ છે. વર્ષોથી આ સ્થાનક પર અનેક ભક્તો નાગ દાદાના દર્શને આવતા હોય છે. ત્યારે આજે ગારૂડી ગામે આવેલા ગોગા મહારાજ મંદિરે નાગ પંચમીની ઉજવણી કરાઈ છે. સ્થાનિક સેવક ચેતનભાઈ (ભુવાજી) દ્વારા ગોગા બાપાનું વૈદિક પૂજન અર્ચન કરાયું હતું. ભગવાન ગોગા બાપાને દૂધ સુખડીનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું છે. આજે પંચમ નિમિત્તે બાપાનું હવન પણ કરાયું છે. અહીં દર રવિવારે હજારો ભક્તો બાપાના દર્શને આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ કરતા હોય છે.આ કાર્યક્રમ નું તેમનાં સેવકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કલાકારો દ્વારા આખો દિવસ ગોગા બાપા ની રેગડી ગાઈ ભક્તો ને આનંદ કરાવ્યો હતો.નાગ પાંચમ ના દિવસે અહીં દરેક ને પ્રસાદી પણ આપવામાં આવી હતી. આ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.