વિંછીયાના સોમપીપળીયા ગામમાં પ્રેમી પંખીડાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કર્યો આપઘાત - At This Time

વિંછીયાના સોમપીપળીયા ગામમાં પ્રેમી પંખીડાએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કર્યો આપઘાત


બંનેના પરિવારજનો અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
આ ઘટના અંગે જસદણ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઉમટ વીડીમાંથી પસાર થતા કોઈ રાહદારીના નજરે આ બંને લટકતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક ગામ લોકોને કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અને આ ઘટના અંગેની જાણ જસદણ પોલીસમાં કરી હતી, અને ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને બંનેના મૃતદેહને ઉતારી જસદણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. બંનેએ આપઘાત પહેલા યુવકે તેના ઇંસ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકી હતી જેમાં તેણે લખ્યું હતું કે ‘હવે બધાને શાંતિ થશે અમે બધાને હેરાન કર્યા તે બદલ અમે બંને બધાની માફી માંગીએ છીએ, અમારા બંનેના લગ્ન કરવા બંનેના ફેમિલી રાજી થઈ ગયા હતા પણ યુવતીના પપ્પાના ભાઈ ગેલાભાઈ બંને ફેમિલીના હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા હતા જેને કારણે અમારે હવે જીવવું નથી’ આ ઘટના અંગે ગામમાં ચર્ચાતી હકીકત અનુસાર બંનેના પરિવારજનો સમજાવટથી બંનેના લગ્ન કરી દેવા માની ગયા હતા પરંતુ યુવતી પક્ષે તેના કાકાને આ સંબંધ મંજૂર ન હોય જેથી તેવો જોઈ લેવાની અને અવાર-નવાર હાથ-પગ ભાંગી નાખવાની ધમકીઓ આપતા હોય આ બંને યુવક અને યુવતીને ડર લાગ્યો હોય બંને આ એક નહીં થઈ શકીએ એવું વિચારી આ પગલુ ભર્યું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી બંનેના પરિવારજનોમાં અને નાના ગામમાં માતમ છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.