ચશ્માં, બ્રેસ્લેટ અને ચેઇન બધું જ સોનાનું:25 KG સોનું પહેરીને તિરુપતિ મંદિર પહોંચ્યા 2 ભક્ત, 180 કરોડનાં ઘરેણાં પહેર્યાં, ગોલ્ડન ગાઇઝ નામથી છે પ્રખ્યાત - At This Time

ચશ્માં, બ્રેસ્લેટ અને ચેઇન બધું જ સોનાનું:25 KG સોનું પહેરીને તિરુપતિ મંદિર પહોંચ્યા 2 ભક્ત, 180 કરોડનાં ઘરેણાં પહેર્યાં, ગોલ્ડન ગાઇઝ નામથી છે પ્રખ્યાત


પુણેનો એક પરિવાર મિત્ર સાથે શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ 25 કિલો સોનું પહેરીને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યો. તેમની સુરક્ષામાં એક પોલીસકર્મી અને બે બોડીગાર્ડ પણ હાજર હતા. વીડિયોમાં બધા જ લોકો સોનાનાં ઘરેણાં પહેરેલાં જોવા મળ્યા છે. ઘરેણાંથી પુરુષોના ગળા ભરાયેલાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરુષોએ મહિલા કરતાં વધારે ઘરેણાં પહેર્યાં છે. તેમણે સોનાનાં ચશ્માં, ચેન અને બ્રેસ્લેટ પણ પહેરેલાં છે. પુણેના ગોલ્ડન ગાઈઝ સની અને સંજય
વીડિયોમાં જોવા મળી રહેલી બે વ્યક્તિ સની નાનાસાહેબ વાઘચૌરે અને સંજય ગુજર છે. આ વીડિયો સનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ છે. બંને સારા મિત્રો છે અને પુણેના રહેવાસી છે. બંને પુણે ગોલ્ડન ગાઈઝના નામથી પ્રખ્યાત છે. વીડિયોમાં જોવા મળતી મહિલા અને બાળક સનીની પત્ની અને દીકરો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વ્યવસાયે બંને ફિલ્મ-ફાયનાન્સર અને પ્રોડ્યુસર છે. ત્યાં જ સની સામાન્ય રીતે 7થી 8 કિલો અને સંજય 4થી 5 કિલો સોનું પહેરે છે. આ સિવાય તેમને મોંઘી કારનો પણ શોખ છે. બંને બિગ બોસ 16નો ભાગ પણ રહ્યા છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તેઓ શોમાં સામેલ થયા હતા. તેઓ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી ચૂક્યા છે. અંગત જીવનની ત્રણ તસવીર ભગવાન વેંકટેશ્વર વિષ્ણુનો અવતાર છે શ્રી વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં તિરુમાલા ટેકરી પર બનેલું છે. એને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વરે આપણને કળિયુગની મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી બચાવવા માટે અવતાર લીધો હતો. મંદિરને 'કળિયુગનું વૈકુંઠ' અને ભગવાન વેંકટેશ્વરને 'કળિયુગના પ્રત્યેક્ષ દૈવમ' કહેવામાં આવે છે. 22 ઓગસ્ટે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો 69મો જન્મદિવસ હતો. તેઓ અને તેમની પત્ની સુરેખા કોનિડેલા તેમના જન્મદિવસ પર આશીર્વાદ લેવા તિરુપતિ મંદિર ગયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.