ISRO ચીફે કહ્યું- ચંદ્રયાન-4 2027માં લોન્ચ થશે:ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવશેઃ 2028માં ભારતીય સ્પેસ સ્ટેશનનું કામ શરૂ થશે - At This Time

ISRO ચીફે કહ્યું- ચંદ્રયાન-4 2027માં લોન્ચ થશે:ચંદ્ર પરથી માટી અને ખડકોના નમૂના લાવશેઃ 2028માં ભારતીય સ્પેસ સ્ટેશનનું કામ શરૂ થશે


ભારત 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરશે. નેશનલ સ્પેસ ડે (23 ઓગસ્ટ)ના અવસરે ISRO ચીફ ડૉ. એસ. સોમનાથે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4ની ડિઝાઈન ફાઈનલ થઈ ગઈ છે. આ મિશન સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ચંદ્રયાન-4 ચંદ્રની સપાટી પરથી 3-5 કિલો માટી અને ખડકોના નમૂના પૃથ્વી પર લાવશે. આ અવકાશયાનમાં પાંચ અલગ-અલગ મોડ્યુલ હશે. જ્યારે, 2023માં ચંદ્ર પર મોકલવામાં આવેલ ચંદ્રયાન-3માં પ્રોપલ્શન મોડ્યુલ (એન્જિન), લેન્ડર અને રોવર ત્રણ મોડ્યુલ હતા. ISROના વડાએ એમ પણ કહ્યું કે ભારતીય સ્પેસ સ્ટેશનનું પહેલું મોડ્યુલ 2028માં લોન્ચ કરવામાં આવશે. જેમાં માત્ર રોબોટ મોકલવામાં આવશે. આ સ્ટેશનમાં એક પછી એક કુલ પાંચ મોડ્યુલ અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ​​​​​​​ચંદ્રયાન-4ના 2 મોડ્યુલ ચંદ્રની સપાટી પર જશે
ચંદ્રયાન-4 મિશન અનેક તબક્કામાં પૂર્ણ થશે. ચંદ્ર ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, બે મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી છુટા પડી જશે અને સપાટી પર ઉતરશે. બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂના એકત્રિત કરશે. પછી એક મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી લોન્ચ થશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુખ્ય સ્પેશક્રાફ્ટ સાથે જોડાશે. નમૂનાને પૃથ્વી પર પરત ફરનાર સ્પેશક્રાફ્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી સેમ્પલ એકત્રિત કરવા માટે રોબોટ તૈયાર કરી રહ્યા છે. ડીપ ડ્રિલિંગ ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. નમૂનાઓ એકત્રિત કરવા માટે કન્ટેનર અને ડોકીંગ મિકેનિઝમની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. ISRO વિદેશી વૈજ્ઞાનિકોને વિક્રમ લેન્ડર મિનિએચર ભેટમાં આપી રહ્યું છે
ISROએ વિક્રમ લેન્ડરના 1200 મિનિએચર મોડલ બનાવ્યા છે. આ મોડલ ભારતની મુલાકાતે આવેલા વૈજ્ઞાનિકો અને વિશેષ મહેમાનોને ભેટ તરીકે આપવામાં આવી રહ્યા છે. વડોદરાના ઉદ્યોગસાહસિક ધવલ અને આદિત્ય ડામરે લાકડાના આ મોડલ તૈયાર કર્યા છે. તેમાં 140 સ્પેરપાર્ટ્સ છે, જેને એસેમ્બલ કરવામાં અઢી કલાકનો સમય લાગે છે. આદિત્ય ડામરે કહ્યું કે તેમણે વિક્રમ લેન્ડર સાથે પ્રજ્ઞાન રોવર પણ તૈયાર કર્યું છે. ગગનયાન મિશન: ભારત અંતરિક્ષ​​​​​​​માં માણસને મોકલનાર ચોથો દેશ બનશે​​​​​​​
ગગનયાન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે જેના દ્વારા ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જશે. આ મિશન 2024ના અંતમાં અથવા 2025 સુધીમાં શરૂ થઈ શકે છે. ગગનયાનનું 3 દિવસનું મિશન હશે, જે અંતર્ગત અવકાશયાત્રીઓની એક ટીમ પૃથ્વીની 400 કિમી ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો ભારત આ મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચુક્યા છે. આ સમાચાર પણ વાંચો... ગગનયાન અવકાશયાત્રીઓની ટ્રેનિંગ, ISROએ ​​​​​​​ વીડિયો શેર કર્યો, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં યોગ કરતા જોવા મળ્યા સ્વતંત્રતા દિવસના અવસરે ISROએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓની ટ્રેનિંગનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અવકાશયાત્રીઓને સ્પેસ જેવી સિમ્યુલેટેડ સ્થિતિમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.