સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા - At This Time

સૌરાષ્ટ ની પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની દેહાણ પરંપરા ની જગ્યા


(કનુભાઈ ખાચર દ્વારા)
વિહળધામ પાળીયાદ ના સેવક સમુદાય ૧૬૫૦ જેટલા ગામો ને એમાં દરેક ગામ ના સેવકો નો નોખો નોખો ભાવ અને નોખી નોખી પરંપરા એવુજ એક ગામ સાયલા તાલુકા નુ રતનપર પાસે આવેલ ગોરયા ગામ જ્યાંથી આખું ગામ સમસ્ત વહેલી સવારે ચોથ ના દિવસે બળદ ગાડા લઇ ને લાકડા ના બળતણ લઈને આવે ને જગ્યા મા બળતણ આપી ને ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના દર્શન કરી જગ્યાના મહંત ગાદીપતી ના આશીર્વાદ લે છે અને ભોજન પ્રસાદ લઇ ને આરામ કરી ત્યારબાદ ટાઢોપોર થાય એટલે નીકળી જાય છે અને આ બધાને રાત્રે વાળુ માટે ભાતું જગ્યા માંથી સાથે આપવામા આવે આ પરંપરા જગ્યા ના ગાદીપતી મહંત પૂજ્ય શ્રી મોટા ઉનડબાપુ ના વખત થી ચાલી આવે છે આ પરંપરા પાછળ નુ કારણ એ કે રાંધણ છઠ સુધી જગ્યા ના ચૂલા શરૂ હોય એટલે પાંચમ અને છઠ ના દિવસે રસોઈ માટે બળતણ ની વધુ જરૂર ભોજન પ્રસાદ બનાવવા માટે પડે છે કેમ કે શીતળા સાતમ ના દિવસે ચૂલા ને દેવ રાખવામા આવે છે. વિહળધામ મા સાતમ અને આઠમ નો મેળો કરવા લોકો એ બે દિવસ ખુબ મોટી સંખ્યા મા પાળીયાદ ના ઠાકર ના દર્શન કરવા આવે છે તેમજ
આઠમ ના દિવસે પૂજ્ય વિસામણબાપુના દીકરી અને પૂજ્ય લક્ષ્મણજીબાપુ ના માતૃશ્રીપૂજ્ય શ્રી નાથીબાઈ માં ની દેરીએ જગ્યા ના ગાદીપતી મહંત ના હસ્તે ધજા ચડાવવમા આવે છે વર્તમાન ગાદીપતી મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ છે.જગ્યા માંથી નાથીબાઈ માં ની દેરી સુધી વિશાળ સંખ્યામાં ગામ ના લોકો તેમજ સેવક સમુદાય ઢોલ સરનાઈ ના તાલે વાજતે ગાજતે બગી ઘોડા સાથે શોભાયાત્રા નીકળે છે જેમાં ભાતીગળ પોશાક મા રાસ ગરબા રમતા રમતા લોકો જાય છે અને ધજા ચડાવી ત્યારબાદ જગ્યા મા પરત આવી ભગવાન શ્રી રાધેવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના તેમજ ધજાગરા ના દર્શન કરી પૂજ્ય બા શ્રી અને બાળઠાકર પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ જગ્યા ના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના ચરણો મા નમન કરી આશીર્વાદ તમામ ભાવિક ભક્તો લે છે ત્યાર બાદ તમામ ભાવિકો ભક્તો સેવકો ભોજન પ્રસાદ લે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.