સાબરકાંઠા જિલ્લાના તલોદના હરસોલમાં તસ્કરો ત્રાટક્યા 3 મકાનોમાં 2.36 લાખની મત્તા ચોરાઈ
*સાબરકાંઠા જિલ્લાના તલોદના હરસોલમાં તસ્કરો ત્રાટક્યા 3 મકાનોમાં 2.36 લાખની મત્તા ચોરાઈ*
*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*
તલોદ તાલુકાના હરસોલ ખાતે આવેલ લઘુમતી વિસ્તાર માં રહેતા ત્રણ રહીશો ના ઘરે ઘરફોડ ચોરી થતાં સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 236000 ની મતાની ચોરી થયાનું તલોદ પોલીસ દફતરે નોંધાયું હોવાનું જાણવા મળે છે .
આ અંગે મળતી વિગતો મુજબ તલોદ તાલુકાના હરસોલ ખાતે આવેલ દરગાહ ખાતે ઉર્સ નો કાર્યક્ર્મ ચાલી રહ્યો હતો જેથી ધાર્મિક કાર્યક્રમ નો લહાવો લેવા માટે સમગ્ર વ્હોરવાડ ના રહીશો દરગાહ પર ગયેલ હતાં તે દરમ્યાન અંધારા નો લાભ લઇ અજાણ્યા ઇસમો દ્વારા વ્હોરવાડ માં રહેતા સઈદ ભાઈ અહમદ ભઈ કુરેશી ના ઘેરથી સોનાની બે તોલાની બંગડી,400 ગ્રામ ચાંદી અને 5000 રોકડ એમ ફૂલ મળી 63000 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બીજાં રહીશ મરિયમ બીબી ઇમરાન ભાઈ કુરેશી ના ઘરેથી અઢી તોલા સોનું 400 ગ્રામ ચાંદી અને 18000 રૃપિયા ની રોકડ ચોરી ગયા હતા જયરે ત્રીજા રહીશ ઇનાયત અલી અબ્બાસ અલી કાજી ના બંધ મકાનનું તાળું તોડી પાંચ તોલા સોનું 500 ગ્રામ ચાંદી મળી કુલ 95000 હજારની મતા ની ચોરી ત્રણેય રહીશો ના બંધ મકાનનું તાળા તોડી ફૂલ 236000 ની સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ચોરી થયેલ હોવાનું જાણવા મળે છે આ અંગે ત્રણેય રહીશો એ તલોદ પોલીસ મથકે ફરિયાદ આપતા તલોદ પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર ઉમટે અજાણ્યા ઇસમો ને ઝડપી લેવા માટે તપાસ આરંભી હોવાનું જાણવા મળે છે
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.