પર્યાવરણ પ્રેમી અને ગુજરાત ગ્રીન એમ્બસેડર જીતુભાઈ માટે 11 હજાર વૃક્ષો વાવવાની સ્ટાફે બાધા રાખી, જીતુભાઈ 7 દિવસમાં સ્વસ્થ થઈ ગયા
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
પર્યાવરણ પ્રેમી અને ગુજરાત ગ્રીન એમ્બસેડર જીતુભાઈ માટે 11 હજાર વૃક્ષો વાવવાની સ્ટાફે બાધા રાખી, જીતુભાઈ 7 દિવસમાં સ્વસ્થ થઈ ગયા
ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બસેડર જીતભાઈ કોઈ પણ શુભ પ્રસંગ કે બીમાર હોય તો તે વ્યક્તિ જલદી થી સાજો થઈ જાય તે માટે વૃક્ષો વાવી ભગવાન ને પ્રાર્થના કરતા હોય છે. જીતુભાઈ પટેલ પર્યાવરણ ક્ષેત્રે લેવાતું પહેલું નામ છે. હમેશા વૃક્ષો ને જ ભગવાન માનતા જીતુભાઈ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવી ચૂક્યા છે અને બીજાના માટે પણ વૃક્ષો વાવ્યા છે. ત્યારે ગ્રીન એમ્બસેડર જીતુભાઈ ને સર્જરી કરવામાં આવતા તેમની તબિયત જલદી સ્વસ્થ થઈ જાય તે માટે તેમના જ પંથ પર ચાલી તિરુપતિ ઋષિવન સ્ટાફ ના કર્મચારીઓએ જીતુભાઈ 11 દિવસમાં સ્વસ્થ થઈ જાય તે માટે 11 હજાર વૃક્ષો વાવવાની બાધા રાખી હતી. જ્યાં જીતુભાઈ સાત દિવસમાં સ્વસ્થ થઈ જતા કર્મચારીઓ સાથે મળી 11 હજાર મું છેલ્લું વૃક્ષ જીતુભાઈ ના હસ્તે વવડાવ્યું હતું. જ્યાં પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ની તબિયત સ્વસ્થ થાય તે માટે મહેસાણા વન વિભાગ અને તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા 21000 હજાર રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને 1 લાખ તુલસીનું બિયારણ પણ લોકોના ઘર ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ના પ્રમુખ નિલેશ ભાઈ રાજગોર દ્વારા વૃક્ષારોપણ કરી ગુજરાતના લાખો ગ્રીન કમાન્ડો ને વૃક્ષો વાવવા અપીલ કરી હતી. પર્યાવરણ પ્રેમી જીતુભાઈ બીજા લોકોની તબિયત સ્વસ્થ થાય તે માટે વૃક્ષ વાવી વૃક્ષ નારાયણ ને પ્રાર્થના કરતા હોય છે ત્યારે જીતુભાઈ ની તબિયત બગડતાં તેમને સર્જરી કરાવતા તિરુપતિ ઋષીવન ના કર્મચારીઓ, તિરુપતિ ફાઉન્ડેશન તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા વૃક્ષો વાવી, વૃક્ષ વિતરણ કરી પ્રાર્થના કરતા જીતુભાઈ ની તબિયત 7 દિવસમાં સ્વસ્થ થઈ જતા તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.