પોરબંદરની ખાડીમાં ચેરના જંગલને પ્લાસ્ટિકથી થઈ રહ્યું છે મોટું નુકસાન
ચેર એટલે કે મેન્ગુવ ના વૃક્ષો વાવવા માટે રાજ્ય સરકાર ભલામણ કરી રહી છે ખાસ કરીને દરિયાઈ ખારાશને અટકાવવા માટે પોરબંદરની દરિયાઈ પટ્ટી ઉપર અનેક જગ્યાએ ચેરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ પોરબંદરના કર્લી પુલથી બંદર સુધીના વિસ્તારમાં કુદરતી રીતે ઉગેલા ચેરના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. પ્લાસ્ટિકને કારણે આ વૃક્ષોને મોટું નુકસાન થઈ રહ્યું છે. જળપ્લાવિત વિસ્તારોમાં પ્લાસ્ટિક નાખવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તો જ આ પરિસ્થિતિને અટકાવી શકાશે. આ દ્રશ્યો પોરબંદરના માર્કેટિંગ યાર્ડ પાછળની ખાડીના છે કે જયાં ચેરના વૃક્ષોમાં ફરતે પ્લાસ્ટિક અને અન્ય કચરો વીંટળાઈ ગયો છે. જયારે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે અથવા દરિયો ભર હોય ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે અને જયારે પાણીનો નિકાલ થાય છે ત્યારે વૃક્ષોની સ્થિતિ કેવી બની જાય છે તે આ દ્રશ્યો સિદ્ધ કરી રહ્યા છે ત્યારે તંત્રએ જળ પ્લાવિત વિસ્તારોમાં પ્લાસ્ટિક સહિત કચરો નાખવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી બન્યો છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.