ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા સદસ્યતા અભિયાન – 2024 અંતર્ગત “જીલ્લા કાર્યશાળા” યોજાઈ.
(અસરફ જાંગડ દ્વારા)
કેન્દ્રીય મંત્રી અને ભાવનગર-બોટાદ સંસદીય મત વિસ્તાર સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂત ભવન હોલ, માર્કેટીંગ યાર્ડ, બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા સદસ્યતા અભિયાન - 2024 અંતર્ગત "જીલ્લા કાર્યશાળા" યોજાઈ અપેક્ષિત શ્રેણીના પ્રદેશ-જિલ્લા-મંડલના હોદ્દેદારોઓ, ચૂંટાયેલા સદસ્યો, સહકારી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યશાળાની શરૂઆત દીપ પ્રાગટયથી કરી, રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. શાબ્દિક સ્વાગત જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી દ્વારા કરવામાં આવ્યું. આ અભિયાનના જિલ્લા સહસંયોજક જયરાજભાઈ પટગીર અને વિનોદભાઈ સોલંકી એ પીપીટીના માધ્યમથી પ્રેઝન્ટેશન કરી ઉપસ્થિત મહાનુભાવોને અભિયાન વિશે માહિતગાર કર્યા. માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂત પરિવારના સભ્યોને ચેક વિતરણ કરવામાં આવ્યા. સમગ્ર કાર્યશાળાનું સંચાલન જિલ્લા મહામંત્રી જામસંગભાઈ પરમાર એ કર્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.