મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય*
*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય*
*રાજ્યના બાળકોમાં થતી કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં નિયમ-૪૪ હેઠળ કરી મહત્વની જાહેરાત*
•જે બાળકોનું સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઇ હોય કે બંધ પડી ગયું હોય તેવા કિસ્સામાં કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામુલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
• અગાઉ આવા લાભાર્થી પાસેથી કુલ ખર્ચના ૧૦% ફાળો લેવાતો હતો જે હવે સંપૂર્ણપણે નિ:શુલ્કપણે કરવાનો સરકારે નિર્ણય કર્યો છે.
•એક પ્રોસેસર બદલવા અંદાજીત રૂપિયા ૫ લાખનો ખર્ચ થાય છે
•આ વર્ષે પ્રાથમિક તબક્કે રાજ્યના અંદાજીત ૭૦૦ જેટલા બાળકોને રૂ. ૩૫ કરોડના ખર્ચે પ્રોસેસર બદલી આપવામાં આવશે.
• રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનનો અંદાજિત ખર્ચ રૂ. ૭ લાખ જેટલો થાય છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૩૧૬૩ બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન માટે અંદાજીત રૂ. ૨૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.