ઇડર માં મહા વાવેતર અભીયાન અંતર્ગત પર્યાવરણ બચાવવા માટે સંકલ્પબદ્ધ વૃક્ષ સંવર્ધનનો મહિમા
ઇડર માં મહા વાવેતર અભીયાન અંતર્ગત
પર્યાવરણ બચાવવા માટે સંકલ્પબદ્ધ
વૃક્ષ સંવર્ધનનો મહિમા
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહ્વાનથી આપણા દેશ, આપણા રાજ્ય, આપણા પંથકને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ' ઍક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત ઈડર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર અરવલ્લી ગિરીમાળામાં અંદાજિત ૧૨૦૦૦ જેટલા વૃક્ષારોપણ કાર્યક્રમ માં ગુજરાત વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા,રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય રમણલાલ વોરા બંને બેનશ્રીઓ રાજ્યસભા અને લોકસભા સાંસદ રમીલાબેન બારા અને શોભનાબેન બારૈયા, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સૌ આગેવાનો, હોદ્દેદારો, સંત મહંતશ્રીઓ તેમજ " એક પેડ માં કે નામ " માં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાન મિત્રો, નગરજનો અને આગેવાનો સાથે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ કર્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.