નાગપંચમીના દિવસે શ્રી ખેતલીયા દાદાના સાનિધ્યમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું : લોકમેળામાં જનમેદની ઊમટી
જસદણ તાલુકાના કોઠીગામના શ્રી ખેતલીયા દાદાના સાનિધ્યમાં પ્રતિવર્ષ દરમિયાન સમસ્ત કોઠીગામ દ્વારા નાગપંચમીના દિવસે શ્રી ખેતલીયા દાદાના મંદિરના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ તા.23મી ઓગસ્ટ શુક્રવારના દિવસે સવારથી શ્રી ખેતલીયા દાદાના મંદિરમાં ત્રણ પહોરની મહાઆરતી તેમજ પુજા અર્ચના કરી ભવ્ય લોકમેળાનું આયોજન થયું છે. શ્રી ખેતલીયા દાદાના દર્શન કરવા માટે ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શને આવ્યા. જસદણ તાલુકાનુ કોઠીગામ જસદણથી 8 કિ.મી. દુર આવેલું છે. કહેવામાં આવે છે કે પહેલા નદીના તટ પર એક નાની એવી ડેરી હતી પછી મંદિરનું નિર્માણ કરાવ્યું આજ સુધી ત્રણ વખત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોઠીગામના શ્રી ખેતલીયા દાદાના પૂજારી દિલીપબાપુ ગોંડલીયા દ્વારા લોકોને લોકમેળોનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ સાંજે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.