જસદણ ચોટીલા રોડ પર આવેલ જીલેશ્વર પાર્કમાં બેસવાની છત્રીઓ જર્જરીત હાલતમાં
(રીપોર્ટ વિજય ચૌહાણ)
જસદણ ચોટીલા રોડ પર આવેલ જિલ્લેશ્વર પાર્કનું છ થી આઠ મહિના પહેલાજ રીનોવેશન કરવામાં આવ્યું હતું અને એક નવું જ રૂપ આપવામાં આવ્યું હતું પરંતુ હાલ જે લોકોને બેસવા માટેની છત્રીઓ છે તે અત્યારે એકદમ જર્જરીત હાલતમાં થઈ ગઈ છે આ બગીચામાં લોકો રાત્રે અને મોર્નિંગમાં વોક કરવા આવે છે અને આ બગીચો જસદણ થી એકદમ નજીક હોવાથી પોલીસ ભરતી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દરરોજ રનીંગ કરવા પણ આવે છે જેથી કોઈપણ વ્યક્તિઓ આવી કોઈ ઘટનાનો ભોગ બને તે પહેલા રીપેરીંગ કામ થઈ જાય એવી જસદણની જનતાએ માંગણી કરી છે અને જસદણના લોકલ સિનિયર સિટીઝને તેમની હૈયે વરાળ ઠાલવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.