નવાગામના વિજયભાઇ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ડુંગળી તથા ધાણાનું વાવેતર કરીને મેળવી રહ્યા છે માતબર આવક પ્રાકૃતિક ખેતીના કારણે ગુણવત્તાયુકત પેદાશ સાથે જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધતા જમીન ફળદ્રુપ બની
નવાગામના વિજયભાઇ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ડુંગળી તથા ધાણાનું
વાવેતર કરીને મેળવી રહ્યા છે માતબર આવક
રાસાયણિક દવા અને ખાતરના સ્થાને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃતના જમીન,પ્રકૃતિ અને પાક માટે જીવતદાન સમાન
કચ્છમાં પ્રાકૃતિક ખેતીના વધતા જતા વ્યાપ વચ્ચે અંજારના નવાગામના વિજયભાઇ પેથાભાઇ સથવારા વર્ષ ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં ઘઉં, ડુંગળી, ધાણા વગેરે પાકોનું વાવેતર કરે છે.
વિજયભાઇ પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે, ચાર ગાયના પાલન સાથે વર્ષ ૨૦૧૮થી પ્રાકૃતિક કૃષિ કરું છું. હું જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છું. હું આચ્છાદન અને મિક્સ પાકો પણ વાવેતર કરું છું. આત્મા યોજના સાથે જોડાયેલ હોવાથી ભુજ તથા શંખેશ્વર ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી હતી. ખેતીવાડી, આત્માના અધિકારીશ્રીઓની મદદથી હું પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
રાસાયણિક ખેતીના નુકશાન જણાવતા તેઓ ઉમેરે છે કે, રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જાય છે. નિંદણ પણ વધારે ઊગી નીકળે છે મજુરી ખર્ચ વધુ થાય છે. જમીનનું બંધારણ બગડે છે ઉપરાંત પાકની ગુણવત્તા સારી હોતી નથી. પાણીની ગુણવતા બગડે છે તથા જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. રાસાયણિક ખેતીમાં પાકને વધુ પિયતની જરૂર પડે છે.
વધુમાં પ્રાકૃતિક ખેતી કરનાર વિજયભાઇ જણાવે છે કે, જયારે પ્રાકૃતિક ખેતીમાં કોઇપણ નુકશાન નથી, પ્રકૃતિ, ખેડૂત તથા નાગરિકોને ફાયદા જ ફાયદા છે. પ્રાકૃતિક કૃષિમાં ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક પેદાશના સારા ભાવ મળે છે. જમીન ફળદ્રુપ અને બંધારણ સુધરે છે. આર્થિક રીતે સધ્ધર થવાય છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી મારી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે. જમીનમાં અળસિયા વધતા જમીન વધુ ફળદ્રુપ બને છે. છીદ્રો વધી જતાં વરસાદનું પાણી જમા થતું નથી જમીનમાં ઉતરી જાય છે.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.