બાયડ તાલુકાના ગાબટ ગ્રામ પંચાયતમાં આવતા જુના ભાઈપુરા ગામના લોકો આઝાદીના (૭૮) વર્ષ પછી પણ વિકાસ થી વંચિત.
બાયડ તાલુકાના ગાબટ ગ્રામ પંચાયતમાં આવતા જુના ભાઇપુરા ગામના લોકો રોડ રસ્તા લાઈટની સુવિધા હજુએ એમના ગામ સુધી પહોંચી નથી. એકબાજુ ગુજરાત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે આવામાં જુના ભાઇપુરા (ગાબટ) ગામ રોડ રસ્તા અને રોડ પર લાઈટની પણ કોઈ સુવિધા મળી નથી.આવામાં ગામલોકો નેરાત્રિના સમયે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બને છે.રાત્રીના સમયે તો અંધારપટ છવાયેલો રહેતા ગામના લોકોને રસ્તો પણ દેખાતો નથી. આવામાં વાહન લઇને પણ નીકળાય એવી પરિસ્થિતિ નથી તો ચાલીને પણ કેવી રીતે જવું તે પ્રશ્ન છે. અત્યારે ચોમાસામાં તો બહુ ખરાબ પરિસ્થિતિનો સામનો ગામના લોકોને કરવો પડતો હોય છે. ચોમાસામાં તો વરસાદ પડે તો રસ્તોજ બંધ થઈ જાય છે.ગામના એક જાગૃત યુવાન દ્વારા પણ સોશિયલ મીડિયામાં રસ્તાનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.ગામના લોકોની માંગ છે કે ગાબટ ગ્રામ પંચાયત દ્વારા સત્વરે ગામના આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને રોડ પર લાઈટની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગામના લોકોને આવવા જવામાં રાહત મળે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.