સંતરામપુર તાલુકાના કનાવાડા (ઝાબ) ગામે થી મોતના ઘોડા ઉપર સવારી કરી ને સ્કુલ માં જતા વિદ્યાર્થીઓ - At This Time

સંતરામપુર તાલુકાના કનાવાડા (ઝાબ) ગામે થી મોતના ઘોડા ઉપર સવારી કરી ને સ્કુલ માં જતા વિદ્યાર્થીઓ


સંતરામપુર તાલુકાઞના કનાવાડા (ઝાબ) ગામના ૩૦ થી ૩૫ વિદ્યાર્થીઓ રાણીજીની પાદેડી અને નાની સરસણ માં આવેલ સ્કુલ માં ભણવા માટે જતા હોય ત્યારે સંતરામપુર થી લુણાવાડા તરફ જતી લોકલ બસો અનિયમિત હોવાને કારણે વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.

કનાવાડા (ઝાબ) ગામે થી સ્કુલ માં જવા માટે બસ સમયસર ન મળતાં વિદ્યાર્થીઓ ઈકો ગાડી માં ઘેટા બકરાની જેમ લટકી ને શાળા માં જવા માટે મજબૂર બન્યા છે.

સંતરામપુર થી લુણાવાડા રોડ પર આવેલ કનાવાડા (ઝાબ) ગામે થી કેટલાક નેતાઓ અને અધિકારીઓ નીકળતા હોય છે ત્યારે ૩૦ થી ૩૫ વિદ્યાર્થીઓ નુ ટોળું ઊભું હોય છે. પણ વિદ્યાર્થીઓ ટોળું થઈ ને કેમ ઉભા છે.? એવું ધ્યાન કોઈ દોરતુ નથી.

વિદ્યાર્થીઓ શાળા માં સમયસર પહોંચવા માટે પોતાના જીવ જોખમ માં મૂકી ને ઇકો ગાડી માં લટકી ને શાળાએ જતા હોય છે. ત્યારે કોઈ મોટી ઘટના બને તો તેનું જવાબદાર કોણ.?
શું આ બાબતે લગતું વળગતું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે ખરા.? કે પછી વિદ્યાર્થીઓ ને કોઈ મોટો અકસ્માત સર્જાય અને લાશો નો ઢગલો થઈ જાય તેની રાહ જોઈ રહયુ છે.

વિદ્યાર્થીઓ ને શાળાએ પહોંચવાનો સમય ૧૦:૩૦ હોય છે. પરંતુ બસોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ ૧૧ વાગે ત્યાં સુધી તો કનાવાડા બસ સ્ટેન્ડ પર જ ઉભેલ જોવા મળે છે.

બસો સમયસર નથી આવતી?. કે પછી ડ્રાઈવર જાણી જોઈને બસ નથી ઉભી રાખતા? કે પછી વિદ્યાર્થીઓ ને શાળાએ જવાના સમયે લોકલ બસ નો કોઈ ટાઈમ જ નથી. ? જેવા અનેક સવાલો ને લઈ વાલીઓ માં ચર્ચા નો વિષય બન્યો છે.

વિદ્યાર્થીઓ ને શાળાએ જવા ના સમયે બસ સમયસર મોકલવામાં આવે અથવા તો એક્સ્ટ્રા બસ મુકવામાં આવે તેવી વાલીઓ ની માંગણી છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.