હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને રંગે હાથ ઝડપી પાડ્યા - At This Time

હળવદ પંથકમાં ટ્રાન્સફોર્મરમાં લંગર નાખી વીજચોરી કરતા ત્રણ કારખાનેદારને રંગે હાથ ઝડપી પાડ્યા


GUVNL તંત્ર દ્વારા ૨ કરોડ ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.

ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટર ને બાયપાસ કરી વીજચોરી કરી રહ્યા હતા જેને GUVNL ની વિજિલન્સ ટીમે રંગે હાથે ઝડપી પાડવામાં આવતા વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો

હળવદ : શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી કરનાર તત્વો સામે GUVNL તંત્ર આકરા પાણીએ બની ગયું છે. તેમાં કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં નહિ આવે તેવી વ્યવસ્થા સાથે GUVNL ના ADGP સાહેબતથા સુપ્રીમટેન્ડન્ટ એન્જીનીયર સાહેબ ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તા. ૨૧ ની રાત્રે GUVNL ના વિજિલન્સ અધિકારીઓ પોલીસ સ્ટાફ સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વીજ ચેકીંગ દરમિયાન તાલુકાના મેરૂપર તથા સુંદેરગઢ ગામ ખાતે આવેલ લાભ મિનરલ્સ, લાભ ઇન્ડસ્ટ્રીઝ તથા ઉમા મિનરલ્સ નામના કારખાનામાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા ટ્રાન્સફોર્મરમાં લંગર મારી મીટર ને બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડવામાં આવેલ. તેથી ત્રણેય કારખાનામાં મીટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યું હતું અને ત્રણેય કારખાના માલિકોને ૨ કરોડ ૧૨ લાખ રૂપિયાના વીજ બિલ આપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં આ બાબતે PGVCL કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. વીજ ચેકીંગમાં અધધધ દંડની રકમ ની વાત પંથકમાં વાયુ વેગે પ્રસરી હતી તેથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

રીપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.