જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા નિ: શુલ્ક સાયન્સ સિટી રાજકોટનું એક પગલું વિજ્ઞાન તરફની સાયન્સ વિઝિટ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ
ગત તારીખ 20/08/2024 ને મંગળવાર નાં રોજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદ દ્વારા નિ: શુલ્ક સાયન્સ સિટી રાજકોટની એક પગલું વિજ્ઞાન તરફની સાયન્સ વિઝિટ શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ એ કરી હતી. આ વિજ્ઞાન તરફની ટુર માં 46 બાળકો અને 3 શિક્ષકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જ્યાં જુદી જુદી ગેલેરીઓ જેવી કે નોબેલ ગેલેરી, સીરાગ્રીફ એન્ડ ગ્લાસ રોબોટિક્સ ગેલેરી,લાઈફ સાયન્સ ગેલેરી, ઓટોમોબઇલ ગેલેરી વગેરે નો અભ્યાસ કર્યો હતો RSC - રાજકોટનાં તમાંત ગેલેરીઓના ગાઈડો દ્વારા ખૂબજ સરળ અને સહજ ભાષામાં પ્રાયોગિક ધોરણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ વિજ્ઞાન ટુર ને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ જેપી સાહેબ, રાજુભાઇ વઢવાણા,કાંતિભાઈ કણજરિયા અને આ ટુર સાથે શાળાના આચાર્યશ્રી વિરલભાઈ વઢવાણા તથા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બોટાદના કોર્ડીનેટર શ્રી નિકુંજભાઈ પંડિત તથા પ્રો. ઈચાર્જ ભાવેશભાઈ થડોદા તથા સ્ટાફે ગણે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.