માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ જર્જરિત હોય સંસદ રાજેશ ચુડાસમા એ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ માટે રજૂઆત કરી માંગ કરી. - At This Time

માળિયા હાટીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર હાલ જર્જરિત હોય સંસદ રાજેશ ચુડાસમા એ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગ માટે રજૂઆત કરી માંગ કરી.


જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ ખૂબ જ જૂનું થઈ ગયેલ હોય અને આ બિલ્ડીંગ સને ૧૯૯૧ ની સાલમાં બનેલ હોવાથી ૩૩ વર્ષ પુરણું થઈ ગયેલ છે. અને અતિશય જર્જરિત હાલતમાં છે. ચોમાસામાં પણ પાણી પડતું હોય માળીયા હાટીના ભૌગોલિક રીતે પછાત અને ૬૮ ગામનો તાલુકો હોય, તેમજ અડધાથી વધુ તાલુકો ગીર વિસ્તારમાં હોવાથી માળીયા હાટીનાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તમામ રીતે ઉપયોગી થતું હોવાથી માળીયા હાટીના ખાતેનું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું અદ્યતન બિલ્ડીંગ નવુ મંજુર કરવા આપવા જૂનાગઢના સંસદ રાજેશ ચુડાસમા એ માંગ કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.