બોટાદ પોલીસ સ્ટેશન બેઝ્ડ સ્પોર્ટ સેન્ટર ની અનોખી પહેલ બહાર ગામ થી અભ્યાસ અર્થે અપડાઉન કરતી દીકરીઓને પોતાની સુરક્ષા કઈ રીતે જાળવવી - At This Time

બોટાદ પોલીસ સ્ટેશન બેઝ્ડ સ્પોર્ટ સેન્ટર ની અનોખી પહેલ બહાર ગામ થી અભ્યાસ અર્થે અપડાઉન કરતી દીકરીઓને પોતાની સુરક્ષા કઈ રીતે જાળવવી


( ચિંતન વાગડીયા દ્વારા)
તેમજ મુશ્કેલી ના સમય મા કોનો સંપર્ક કરવો તે બાબત ની જાણકારી ઢસા બસસ્ટેન્ડ ખાતે આપવા મા આવી…
આજુ બાજુ ના ગામડા માથી આવતી દિકરીઓને કાઉન્સેલર રીના બેન વ્યાસ તેમજ એસટી વિભાગ ના મહિલા કર્મચારી જલ્પાબેન દ્વારા તેમને કયાં થી મદદ મળી રહે એ હેતુ થીજાણકારી આપવા મા આવી જેમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૧૦૦ નંબર શી ટીમ મહિલા પોલીસ સ્ટેશન તેમજ નજીક ના પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન બેઝ્ડ સ્પોર્ટ સેન્ટર ની કામગીરી અને મદદ વિષે માર્ગદર્શન આપ્યું… જાહેર સ્થળો કે જયાં મહિલાઓ ની અવરજવર વધુ રહે છે ત્યાં આ પ્રકાર ની જાગૃતિ ફેલાય અને વધુ મા વધુ મહિલાઓ તેમની સુરક્ષા બાબતે સચેત રહે તેવા આશય થી કરેલું આ કામ ખરેખર ઊડી ને આંખે વળગે એવું છે.. બોટાદ જિલ્લા પોલીસ અને બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા મહિલાઓ ને છેવાડા ગામ સુધી મદદ મળી રહે એ માટે થઈ ને આવી પહેલ ખુબજ પ્રશંસા ને પાત્ર છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.