બોટાદ તાલુકા સેવા સદન ખાતે અનધિકૃત ઈસમ કે ઈસમોની ટોળીના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર
(રિપોર્ટ અસરફ જાંગડ દ્વારા)
બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાત (જી.એ.એસ.) દ્વારા ફરમાવવામાં આવ્યું છે કે, ભારતીય નાગરીક સુરક્ષા સહિતા- ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ શહેરમાં આવેલા તાલુકા સેવા સદનમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, કામ કરતા હોય અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમ કે ઈસમોની ટોળી, કે જેઓ જનતા અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહ્યા હોય, તેમના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ કાયદા મુજબ ફોજદારી પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.