ભંડુરીમાં સીમમાં રોજકામ કરવા ગયેલા વીજ ઇજનેર પર બે શખ્સોનો હુમલો
માળીયાહાટીના તાલુકાના ભંડુરી ગામની સીમમાં એક વ્યક્તિનું વીજ શોક લાગવાથી મોત થયુ હતુ. માળીયાહાટીના પીજીવીસીએલના જુનિયર ઇજનેર હિતેષભાઈ કરશનભાઈ ચાવડા, ડેપ્યુટ એન્જીનિયર એમ.એસ.ચૌધરી સહિતનો સ્ટાફ પંચ રોજકામ કરવા માટે ભંડુરીની સીમમાં હતો. ત્યારે રાકેશ ઉકા અને અરજણ કારા વાળા ત્યાં આવ્યા હતા અને તમે કેમ આટલા મોડા આવ્યા છો તમને કોઈ ખબર પડતી નથી તમને કંઈ કામ કરવા દેવુ નથી ચુપચાપ અહીંથી જતા રહો તેમ કહી ઉશ્કેરાઈ જઈ બંને શખ્સોએ હિતેષભાઈનો કોલર પકડી ગાડીમાંથી બહાર ખેંચી લીધા હતા. રાકેશ વાળા પકડી પછાડી બાદમાં ગાળો આપી શર્ટના બટન તેમજ ચશ્મા તોડી નાખ્યા હતા. અન્ય સ્ટાફ તેમજ ભંડુરીના આગેવાનો ઇજનેર હિતેષભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. હિતેષભાઇએ આ અંગે ઉપરી અધિકારીને જાણ કરી હતી. તેઓને દુઃખાવો થતા સારવારમાં દાખલ કર્યા હતા. આ અંગે જુનિયર ઇજનેર હિતેષભાઈ ચાવડાએ ફરિયાદ કરતા પોલીસે ભંડુરીના રાકેશ ઉકા વાળાઅને અરજણ કારા વાળા સામે હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.