બોટાદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાનું યોજાઈ
માહિતી બ્યુરો, બોટાદ
બોટાદ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્લુ ટ્રેપ (GLUE બોર્ડ)નાં પ્રતિબંધ પર જાગૃતિ લાવવા માટે વિવિધ આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અન્ય વિવિધ એજન્ડા પર પણ વિચાર - વિમર્શ કરવામાં આવ્યુ જેથી પ્રાણી પર કરવામાં આવતા અત્યાચાર અંગે તમામ લોકોને સજાગ કરવામાં આવે અને તેના પર પ્રતિબંધ પણ મુકવામાં આવે.આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા, અધિક નિવાસી કલેકટરશ્રી પી. એલ. ઝણકાત,જિલ્લા એસ.પી.શ્રી કે. એફ. બળોલીયા, સંયુક્ત પશુપાલન નિયામકશ્રી પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગર ડો.આર.જી. માળી, નાયબ પશુપાલન નિયામક (સભ્ય સચિવ SPCA) સહિતના સમિતિ સાથે સંલગ્ન અધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.