બાલાસિનોર તાલુકા પોલીસ ની વધુ એક પ્રશંસનીય કામગીરી
અરવલ્લી જીલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશનના ગુમ જાણવા જોગના કામે બે માસથી ગુમ થનાર યુવતીને શોધી કાઢતી બાલાસિનોર તાલુકા પોલીસ
તા.૨૧/૦૮/૨૦૨૪
મે.મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે તા.૧૬/૦૮/૨૦૨૪ થી તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીનુ સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને ના.પો.અધિ.સા.શ્રી કમલેશ વસાવા સાહેબ નાઓના માર્ગ દર્શન હેઠળ બાલાસિનોર તાલુકા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર નાઓની સુચના હેઠળ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.
તે દરમ્યાન આજરોજ એ.એસ.આઇ મહેન્દ્રસિંહ બાલુસિંહ નાઓએ માહીતી મળેલ કે સાંઠબા પોલીસ સ્ટેશન જાણવા જોગ નં-૦૯/૨૦૨૪ ના કામે છેલ્લા બે માસથી ગુમ થયેલ મલ્લીકાબેન વિજયસિંહ સોલકી રહે.કાસીયાવત તા.બાયડ જી.અરવલ્લી નાઓ દેવ ચોકડી પાસે કોઇ કામથી આવેલ છે જેથી મહીલા પોલીસ કર્મચારી સાથે પોલીસ માણસો દેવ ચોકડી તપાસ કરવા જતા મલ્લીકાબેન વિજયસિંહ સોલકી રહે કાસીયાવત તા.બાયડ જી.અરવલ્લી નાઓ મળી આવેલ હોય જેથી આ બાબતે સાંઠબા પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક જાણ કરી આગળની કાર્યવાહી કરવા જણાવવામા આવેલ આમ સાંઠબા પો. સ્ટેના જાણવા જોગ નં-૦૯/૨૦૨૪ ના કામે છેલ્લા બે માસથી ગુમ થનારને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ. કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ
(૧) શ્રી એ.બી.દેવધા પોલીસ ઇન્સ્પેકટર
(2) શ્રી એન.એમ.ભુરીયા પોલીસ સબ ઇન્સ્પેકટર
(૩) એ.એસ.આઇ મહેન્દ્રસિંહ બાલુસિંહ
(૪) અ.પો.કો. શોભનાબેન કાળુસિંહ
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.