*એસસી એસટી કેટેગરીમા વર્ગીકરણના વિરોધમા સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમા ઈડર શહેર સંપૂર્ણ બંધ*
*એસસી એસટી કેટેગરીમા વર્ગીકરણના વિરોધમા સમસ્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમા ઈડર શહેર સંપૂર્ણ બંધ*
સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજ દ્વારા આપેલા ભારત બંધના સમર્થનમા જય ભીમ યુવા સંગઠન ઈડર તેમજ ઈડર તાલુકો અને એકલવ્ય ટ્રાઈબલ યુવા સંગઠન ઈડર દ્વારા ઈડર શહેરમા પણ સંપૂર્ણ બંધ પાળવામા આવ્યો હતો જેમા વિવિધ સંગઠનો અને સમાજ દ્વારા પણ સમર્થન અપાયુ હતુ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સંગઠનના અગ્રણીઓ અને યુવાનો જૂના પોલીસ સ્ટેશન સંવિધાન ચોક ખાતે એકત્ર થઇ ઈડર ટાવરથી રેલી સ્વરૂપે તિરંગા સર્કલ પાસે આવેલ ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ બેસી સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અનામત બચાવોના પોસ્ટર અને બેનર સાથે ઈડર પ્રાંત કચેરી ખાતે જઇ વિવિધ માંગણીઓને લઈ રજૂઆત સ્વરૂપે આવેદનપત્ર આપ્યુ હતુ અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સુધી માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી જેમા માન્ય શ્રી સર્વોચ્ચ અદાલત દ્વારા તા. ૦૧/૦૮/૨૦૨૪ના રોજ પંજાબ સરકાર/રાજ્ય સરકારના સંદર્ભમાં આવેલ ચુકાદામા રાજ્યોને SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીના અનામતના લાભોમા રાજ્ય સરકારને વર્ગીકરણની અનુમતી આપતો ચુકાદો આવેલ છે આ ચુકાદાથી SC(અ.જા.), ST(અ.જ.જા.) કેટેગરીની જાતિઓમાં આર્થિક માપદંડ દાખલ કરી તેમની કેટેગરી બનાવવા અને તે પ્રમાણે/આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યોને જે પાવર આપવામા આવ્યા છે તે બંધારણના વિરુદ્ધમા છે દેશની હરએક જાતિ માટે જોગવાઇ નથી અને ૬૭૪૩ જાતિઓ ધરાવતા દેશમા દરેક જાતિ માટે અલગ વ્યવસ્થા કરવી પણ શક્ય નથી આ વર્ગ/કેટેગરીમા જાતિઓના સ્વીકાર અસ્વીકારની સત્તા બંધારણીય રીતે આર્ટિકલ ૩૪૧ મુજબ મહામહિમ રાષ્ટ્રપતિ છે તેમ છતાં સુપ્રિમકોર્ટ દ્વારા આ કેટેગરીમા વર્ગીકરણના અને અનામત વ્યવસ્થાના વિભાજનની તરફેણ કરતો ચૂકાદો આપી સુપ્રિમ કોર્ટે પોતાની સત્તા વગરનો નિર્ણય કરેલો છે જે દેશની અનુસુચિત જાતિઓ તથા જનજાતિઓ માટે વિભાજનકારી તથા ઘાતક પુરવાર થઇ શકે તેમ હોય આવેદનપત્રમા એસસી એસટી સમાજ દ્વારા આ ચુકાદાને નિરસ્ત કરતી સંવૈધાનિક પ્રણાલીને અનુસરી ઘટતુ કરવા રજૂઆત કરાઈ છે આ સાથે અનુસુચિત જાતિઓમા એકતા જળવાઇ રહે તથા દેશમા શાંતિ-સુલેહ જળવાઇ રહે તથા નાગરીકોમા અસંતોષકારી ભાવના ન પ્રગટે તે માટે વિવિધ માંગણીઓ કરાઈ છે ઈડર શહેરમા સંપૂર્ણ બજાર બંધ રહ્યા હતા અને ઈડરમા એસસી એસટી સમાજ દ્વારા શિસ્ત અને શાંતિપૂર્ણ રીતે બંધ પાળાયો હતો
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.