બાયડ માં ટ્રાફિકને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા બાયડ નગરજનો ને ક્યારે ટ્રાફિક માંથી મુક્તિ મળશે.
તહેવારોને લઈને બાયડ ના બજારો પણ ધમધમી રહ્યા છે ત્યારે રોજ બરોજ ની ઘરવખરી ખરીદવા બાયડ થતાં બાયડ તાલુકા ના લોકો મોટી સંખ્યામાં માં બાયડ ના બજાર માં ખરીદી કરવા આવતા હોય છે ત્યારે પોતાનું વાહન લઇને આવતા હોય ત્યારે જાણે એમને કાયદાનો કોઈ ડર જ ના હોય એમ રસ્તા પર પાર્ક કરીને ખરીદી કરવા જતા રહે છે ત્યારે બાયડ માં સવાર ના સમયે સ્કૂલો નો ટાઇમ હોય નોકરી નો ટાઇમ હોય બાયડ બજાર માં ભારે ભીડ હોય છે ત્યારે ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે બાયડ પોલીસ સ્ટેશન થી બાયડ (GEB) સુધી જતા (૩૦) મિનિટ જેટલો સમય લાગે છે.વચ્ચે ("બાયડ ટ્રાફિક પોલીસ દ્વારા જાણે દેખાડો કરવા માટે કાર કે બાઈક રસ્તા પર પાર્ક કરેલા હોય તો વાહન ને લોક મારવાની પ્રક્રિયા કરવામાં આવી હતી પણ એ પણ હવે કોઈ જગ્યાએ ટ્રાફિક ના નિયમ નું પાલન થતું દેખાતું નથી".) આ ટ્રાફિક ની સમસ્યા થી નોકરી જતા લોકો સ્કૂલ માં જતા બાળકો અને બીજી સરકારી કચેરી ના કર્મચારીઓ ટાઈમ એ પોતાની ઓફીસ માં પોચી શકતા નથી .(*"બાયડ ટ્રાફિક પોલીસ ના જમાદાર પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.કે શું બાયડ ટ્રાફિક પોલીસ પાસે બાયડ માં ટ્રાફિકનું નિયાકરણ કરવા માટે પૂરતો સ્ટાફ નથી કે શું???.*")બાયડ નગર ની જનતા ની માંગ છે કે આ ટ્રાફિક નું સત્વરે નિયાકરણ કરવામાં આવે તો બાયડ નગરજનો ને ટ્રાફિક ની સમસ્યા માંથી મુક્તિ મળે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.