કાફે, ફલેટ અને ડેલામાં ચાલતા વૈભવી જુગારધામમાં દરોડા: 18 ઝડપાયા - At This Time

કાફે, ફલેટ અને ડેલામાં ચાલતા વૈભવી જુગારધામમાં દરોડા: 18 ઝડપાયા


કાલાવડ રોડ પરના બુલ્સ કાફે, મોરબી રોડ પર આવેલ ધરતી ટીમ્બર નામના ડેલામાં અને અંબીકા ટાઉનશીપના ફલેટમાં જુગારના દરોડા પાડી વેપારી, કોન્ટ્રાકટર, ચાંદીના ધંધાર્થી સહિત 18 શખ્સોને ઝડપી રૂા.1.35 લાખની મત્તા કબ્જે કરી હતી.
દરોડાની વિગત મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી. મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે મોરબી રોડ પર લાલપરી મફતીયાપરા શિવાજીનગર સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે મગન વેલજી પાનસુરીયાનો ધરતી ટીમ્બર નામના ડેલામાં જુગારધામ ધમધમે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બંધબારણે પતાટીંચતા મગન પાનસુરીયા (રહે. મોરબી રોડ જકાતનાકા પાસે), નિલેશ રાઘવ પાનસુરીયા (રહે. કુવાડવા રોડ, ડી માર્ટ પાછળ શિવધારા સોસાયટી), અશ્ર્વિન મકન નાથાણી (રહે.મીરા પાર્ક શેરી નં.1) અંકુર ભનુ અકબરી (રહે. ગુજરાત સોસાયટી શેરી નં.6), ધ્રુવીલ ઘેલા નાથાણી (રહે. મીરાપાર્ક શેરી નં.1) નીક્ષીત શૈલેષ રામાણી (રહે. બ્રાહ્મણીયાપરા શેરી નં.9) અને સંદીપ જીવણ બળેલીયા (રહે.કનકનગર શેરી નં.8)ને દબોચી રૂા.52700ની રોકડ કબ્જે કરી હતી.
બીજા દરોડામાં યુનિ. પોલીસ મથકના પીએસઆઈ બી.આર. ભરવાડ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને કાલાવડ રોડ પર મટુકી રેસ્ટોરન્ટ પાસે બુલ્સ નામના કાફેમાં જુગાર કલબ ચાલે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી પત્તા ટીંચતા રામ લાખા ખુંટી (રહે. સોમનાથ સોસાયટી શેરી નં.3) રામ કીશોર અજાણી (રહે. દેવપરા), અંકીત રતનશી કાનાણી (રહે. નંદનવન સોસાયટી મેઈન રોડ), વિશાલ પ્રવિણ પઢીયાર (રહે. રવિ પાર્ક બ્લોક નં.150) હાર્દિક હસમુખ સીનોજીયા (રહે. સરીતાવિહારના ખૂણે બાલાજી એપાર્ટમેન્ટ) અને મહમદ ઝૈદ ઈરફાન અહેમદ પીરજાદા (રહે. ક્રિષ્ટલ એવન્યુ એપાર્ટમેન્ટ, અટલ સરોવર સામે)ને રૂા.16500ની રોકડ સાથે દબોચી લીધા હતા.
ત્રીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે. હુણ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફને અંબીકા ટાઉનશીપ શ્રી દર્શન વાટીકા ફલેટ નં.103માં રહેતા પ્રશાંત ભરત સોલંકીના ફલેટમાં જુગારધામ ધમધમે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી બંધ બારણે પતા ટીંચતા પ્રશાંત ભરત સૌલંકી, રાકેશ રણછોડ સાવલીયા (રહે.બેકબોન પાર્ક શેરી નં.4) દીપ દિનેશ કાંજીયા (રહે. સૂવર્ણભૂમિ મેઈન રોડ, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ), જય નિલેશ ભલાણી (ઈન્દીરા સર્કલ પાસે યુનિ. રોડ) અને વિશાલ ચંદુ વડાલીયા (રહે. ગોવીંદપાર્ક શેરી નં.1)ને દબોચી રૂા.64350ની રોકડ સાથે પકડી પાડયા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.