હળવદના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા - At This Time

હળવદના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા


હળવદ તાલુકાના કેદારીયા ગામે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી છે

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે કેદારીયા ગામે શક્તિ માતાજીના મઢ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઘનશ્યામ ભગાભાઈ પરસોંડા, ચોથા અખાભાઈ શિહોરા, ધીરૂ દેવશીભાઈ શિહોરા, યોગેશ ભાવુભાઈ શિહોરા, વાસુદેવ મેરૂભાઈ મજેઠીયા, કાનજી રઘાભાઈ થરેશા અને રઘુ અણદાભાઈ શિહોરા એમ સાત જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૨,૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.