મોડાસામાં ભારત બંધની અસર બજારો બંધ. - At This Time

મોડાસામાં ભારત બંધની અસર બજારો બંધ.


ભારત દેશની સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણીય પીઠ દ્વારા એસસી.એસ.ટી અનામતમા પેટા વર્ગીકરણના વિવાદી ચુકાદાને લઈ આજે તારીખ 21 ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે.
આરક્ષણ બચાવોને લઇ આજે અરવલ્લી જિલ્લાના ભિલોડાના બજારો અને મોડાસા શહેરના બજારો સવારથી બંધ રહ્યા હતા.
મોડાસા અને ભિલોડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો.
ભારત બંધના એલાનને સફળ બનાવવા સામાજીક આગેવાન રાજેન્દ્ર પારઘી, પી.જે.અસારી, ગુલાબભાઈ પરમાર, બાબુલાલ ખાણમા, બાબુભાઈ ખરાડી, ડી.બી.ડામોર સહીત રાજકીય, સામાજીક આગેવાનો તેમજ એસ.સી, એસ.ટી એકતા મંચ, સામાજીક આગેવાનો ભારત બંધના એલાન ને સંપુર્ણ પણે સમર્થન આપવા ભિલોડામાં જોડાયા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.