કોલકાતા રેપ મર્ડર- ગાંગુલી આજે ડોક્ટરો સાથે રેલીમાં જોડાશે:પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું- ગળું દબાવવાથી મોત; હોસ્પિટલમાં તોડફોડ મામલે હાઈકોર્ટમાં સુનાવણી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ- હત્યા કેસમાં નવી માહિતી સામે આવી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાનું મોત ગળું દબાવવાને કારણે થયું છે. એટલે કે પીડિતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર પીડિતાના શરીર પર ઈજાના 16 નિશાન જોવા મળ્યા છે. જેમાંથી 9 અત્યંત ગંભીર હતા. તમામ ઇજાઓ મૃત્યુ પહેલા થઈ હતી. રિપોર્ટમાં યૌન શોષણનો મામલો પણ સામે આવ્યો છે. પીડિતા સાથે બળજબરી કરવામાં આવી હોવાના મેડિકલ પુરાવા મળ્યા છે. પીડિતાના ગળા, નાક, હોઠ, ગરદન અને ઘૂંટણ પર ઈજાના નિશાન હતા. માથા, ગરદન અને શરીરના અન્ય ભાગોના સ્નાયુઓમાં આંતરિક ઇજાઓ પણ મળી આવી હતી. આ ઘટનામાં એકથી વધુ લોકો સામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ રેપનો કેસ નથી પરંતુ ગેંગરેપનો કેસ છે. બુધવારે (21 ઓગસ્ટ) પૂર્વ ક્રિકેટર સૌરભ ગાંગુલી કોલકાતામાં ડોકટરોના વિરોધ પ્રદર્શન અને રેલીમાં તેની પત્ની ડોના સાથે જોડાશે. આરજી કર હોસ્પિટલમાં 14 ઓગસ્ટે થયેલી હિંસા પર આજે કોલકાતા હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. છેલ્લી સુનાવણી 16 ઓગસ્ટે થઈ હતી. ચીફ જસ્ટિસ ટી.એસ.શિવગનમે રાજ્ય સરકાર અને પોલીસને ઠપકો આપતા કહ્યું હતું કે 7 હજારનું ટોળું હોસ્પિટલમાં તોડફોડ કરવા આવ્યું હતું. પોલીસ શું કરી રહી હતી જો પોલીસ પોતાની જાતને બચાવી શકતી નથી તો ડોક્ટરો કેવી રીતે નિડર થઈને કામ કરશે? આરોપીઓએ ડોક્ટરનું નિર્દયતાથી શોષણ કર્યું
પોલીસે 12 ઓગસ્ટના રોજ ટ્રેઈની ડોક્ટરના પરિવારજનોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 8-9 ઓગસ્ટની રાત્રે રેપ અને હુમલા બાદ ટ્રેઈની ડોક્ટરની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 9 ઓગસ્ટના રોજ સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે બની હોવાનું અંદાજ છે. ચાર પાનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીઓએ ડૉક્ટરનું નિર્દયતાથી શોષણ કર્યું હતું. કોલકાતા કેસ અપડેટ્સ આરોપી સંજય રોયનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે ટ્રેઇની ડોક્ટર પર રેપ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાશે. કોલકાતા કોર્ટે આ માટે સીબીઆઈને મંજૂરી આપી છે. સંજય 10 ઓગસ્ટથી પોલીસ કસ્ટડીમાં છે. સીબીઆઈની એક ટીમ સોમવારે (19 ઓગસ્ટ) સાંજે કેટલાક વિસ્તારોના સીસીટીવી કેમેરામાંથી સીસીટીવી ફૂટેજ મેળવવા કોલકાતા પોલીસ હેડક્વાર્ટર પહોંચી હતી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આરજી કર હોસ્પિટલથી પહેલીવાર બહાર નીકળ્યા બાદ આરોપી સેક્સ વર્કરોના વિસ્તારમાં ગયો હતો, પરંતુ તેણે ત્યાં માત્ર દારૂ પીધો હતો. હવે સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે તે ક્યાં અને કયા ઘરમાં ગયો હતો. SCએ કહ્યું- કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં ટાસ્ક ફોર્સની રચના, બીજા બળાત્કારની રાહ જોઈ શકતી નથી ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે 20 ઓગસ્ટે કોલકાતા રેપ-હત્યા કેસની સુનાવણી કરી હતી. CJIએ કહ્યું- અમે સિસ્ટમ સુધારવા માટે વધુ એક રેપની રાહ જોઈ શકીએ નહીં. CJIએ કહ્યું- ડોક્ટરોની સુરક્ષા વ્યવસ્થા સુધારવા માટે એક ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે, એમાં 9 ડોક્ટરને સામેલ કરવામાં આવ્યા છે, તેઓ મેડિકલ પ્રોફેશનલ્સની સુરક્ષા, વર્કિંગ કંડિશન અને સુધારા માટે પગલાંની ભલામણ કરશે. કેન્દ્ર સરકારના પાંચ અધિકારીઓને પણ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા છે. કોર્ટે રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે આ ઘટના પછી પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કેમ ગણાવી? સીબીઆઈ પાસેથી 22 ઓગસ્ટ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ અને રાજ્ય સરકાર પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. હોસ્પિટલની સુરક્ષાની જવાબદારી CISFને આપવામાં આવી હતી. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી તેની પત્ની ડોના સાથે 21 ઓગસ્ટે પ્રદર્શન કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.