SC-ST અનામતમાં ક્રીમીલેયરના વિરોધમાં ભારત બંધ:બિહારમાં ટ્રેનો રોકાઈ, હાઈવે ચક્કાજામ; રાજસ્થાનના 16 જિલ્લામાં સ્કૂલો બંધ - At This Time

SC-ST અનામતમાં ક્રીમીલેયરના વિરોધમાં ભારત બંધ:બિહારમાં ટ્રેનો રોકાઈ, હાઈવે ચક્કાજામ; રાજસ્થાનના 16 જિલ્લામાં સ્કૂલો બંધ


SC-ST અનામતમાં ક્રીમીલેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બુધવારે (21 ઓગસ્ટ) 14 કલાકના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR)ના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે. બંધની સૌથી વધુ અસર બિહારમાં જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રદર્શનકારીઓ રસ્તા પર આવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં સાવચેતીના પગલારૂપે શાળાઓ અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યાં છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) એ કોર્ટના સૂચનને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે. તેમજ તેને રદ કરવા કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ), કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ આ દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. જેએમએમએ તેના તમામ નેતાઓ, જિલ્લા પ્રમુખો, સચિવો અને જિલ્લા સંયોજકોને આ હડતાળમાં ભાગ લેવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.