શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી શાળામાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે 'રક્ષાબંધન પર્વ'ની ઉજવણી કરવામાં આવી હતી. - At This Time

શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી શાળામાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે ‘રક્ષાબંધન પર્વ’ની ઉજવણી કરવામાં આવી હતી.


(કનુભાઈ ખાચર દ્વારા )
શ્રી હરિ વિદ્યા સંકુલ-સનાળી શાળામાં ખૂબ જ આનંદ અને ઉત્સાહની સાથે 'રક્ષાબંધન પર્વ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ અનુસંધાને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ માટે 'રાખી મેકિંગ સ્પર્ધા' નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના તમામ વિભાગોમાંથી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સુંદર રાખડીઓ બનાવીને પોતાની સર્જનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો હતો. શાળાના સંચાલક ઘનશ્યામભાઈ તથા આચાર્ય મનુભાઈ સોલંકી તેમજ સ્ટાફના શિક્ષક ભાઈઓને શિક્ષિકા બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની આનંદભેર શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ KG થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બંધાવાય હતી. શાળાના સંચાલક ઘનશ્યામભાઈ દ્વારા આ પર્વ નિમિત્તે સૌના 'મોં'મીઠા કરાવવામાં આવ્યા હતા. શાળાનું સમગ્ર વાતાવરણ એક પારિવારિક લાગણીથી બંધાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.