પ્યૂ રિસર્ચ:સ્વદેશ છોડનારા લોકોમાં 47% ખ્રિસ્તી, 29% મુસ્લિમ અને 5 ટકા હિન્દુ ધર્મના
વિશ્વની 3.6% વસ્તી એટલે કે 28 કરોડથી વધુ લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસી છે. એટલે કે જે દેશમાં જન્મ લીધો ત્યાં રહેવાને બદલે બીજા દેશમાં રહેવા મજબૂર છે. તેમાં સૌથી વધુ 47% ખ્રિસ્તી, 29% મુસ્લિમ, 5% હિન્દુ, 4% બૌદ્ધ અને 15% અન્ય ધર્મના લોકો છે. પ્યૂ રિસર્ચે સંયુક્ત રાષ્ટ્રના ડેટા, 270 વસ્તીગણતરી અને સરવેનું વિશ્લેષણ કરીને 2020 સુધીના આ આંકડા તારવ્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં પ્રવાસીઓની સંખ્યા 83% સુધી વધી છે જ્યારે આ સમય દરમિયાન વિશ્વની વસ્તીમાં 47%નો જ વધારો થયો છે. પ્રવાસીઓની સંખ્યા વધવા પાછળ 3 મુખ્ય કારણ છે-યુદ્ધ, આર્થિક સંકટ અને કુદરતી આપત્તિઓ. સૌથી વધુ ખ્રિસ્તીઓ મેક્સિકોમાંથી બહાર નીકળે છે અને અમેરિકામાં વસે છે. એ જ રીતે સૌથી વધુ મુસ્લિમો સીરિયા છોડીને સાઉદી અરબમાં વસવાટ કરે છે. હિન્દુઓમાં સૌથી વધુ ભારતમાંથી નીકળે છે અને ભારતમાં જ રહેવા માટે પાછા ફરે છે. 13% પ્રવાસી એવા છે જે કોઈ ધર્મમાં માનતા નથી. એ લોકો સૌથી વધુ ચીન દેશ છોડીને અમેરિકામાં વસે છે. વિશ્વની કુલ વસ્તીમાં 30% ખ્રિસ્તી, 25% મુસ્લિમ, 15% હિન્દુ, 4% બૌદ્ધ અને 23% કોઈ ધર્મમાં ન માનનારા લોકો છે. પ્રવાસ માટે હિન્દુઓ સૌથી વધુ જ્યારે મુસ્લિમો સૌથી ઓછું અંતર કાપે છે
પ્રવાસ માટે હિન્દુ સૌથી વધુ અંતર કાપે છે કારણ કે મોટા ભાગના લોકો અમેરિકા કે બ્રિટન જાય છે. કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેવા લોકો અન્ય દેશમાં વસવા માટે સરેરાશ 4023 કિમી સુધી ચાલી નાખે છે. 22% હિન્દુ પ્રવાસી ભારત આવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.