વિસાવદરમા બેફામ ખનીજચોરોનો રાફડો ફૂટ્યો તંત્ર મૌન - At This Time

વિસાવદરમા બેફામ ખનીજચોરોનો રાફડો ફૂટ્યો તંત્ર મૌન


વિસાવદરમા બેફામ ખનીજચોરોનો રાફડો ફૂટ્યો તંત્ર મૌન
વિસાવદર તાલુકાના કેટલાક વિસ્તારોમાં ખનીજચોરોએ માજા મુકી છે જ્યાં જુઓ ત્યાં બેફામ ખનીજ ચોરી થઇ રહી છે.સતાધીશોને આ નજરે કેમ નથી આવતું એ મુદો ભારે ચર્ચામાં છે.કે પછી ટેબલ નીચેની થોકડીઓ પહોંચતી કરી દીધી.ભર દિવસે નીકળતા વાહનો તંત્રને દેખાતા જ નથી.ગૌચરની જમીનમાંથી થતી આ ખનીજ ચોરી પશુપાલકો માટે ભવિષ્યમાં પોતાના પશુધનને નિભાવવા માટે એક સળગતો પ્રશ્ન છે. એક જ દિવસમાં ૧૦૦-૧૨૦ ટ્રેકટરો માટી પથ્થરની હેરાફેરી શહેરના મુખ્ય માર્ગો પરથી થાય છે અને ગૌચરને સાવ નામોનિશાન કરી નાખેલ છે.જો ગૌચર ખુલ્લું કરવાની આંદોલનમાં કેટલીય કલમો લગાડનારાઓ ખનીજચોરો સામે કેમ ધુત રાષ્ટ્ર બની ગયા છે.કાયદાકીય અધિકારીઓ ઓફીસોમાં મીટીંગોમા વ્યસ્ત છે.આવી વાતોથી લોકોને જગાડનારા મિડિયા સામે કિન્નાખોરી રાખવામાં આવે છે.લોકો એમ ખુલ્લેઆમ કહી રહ્યા છે તાલુકાનુ વહીવટી તંત્ર એટલું ખાડે ગયું છે કે જે ખનીજચોરોની રખેવાળી કરતૂ હોય એવું લાગે છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.